રાજયમાં દિવસને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી છે. લોકોમાં વાહન ચલાવવામાં લાપરવાહી અને બેદરકારી વધતા માસૂમ લોકો ભોગ બની રહ્યા છે. જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી મામલતદાર કચેરી સામે બનાવ બનવા પામ્યો છે. કોઈ અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધ મહિલાને અડફેટે લેતાં મહિલાને માથાંના ભાગમાં અતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે કમકમાટીભયુ મોત નીપજયું હતું. વાહન ચાલકે આ અકસ્માત સર્જી પોતાનું વાહન લઇને ભાગી છુટયો હતો
આ અંગેની મળતી માહિતી મુજબ જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા કવિતાબેન છગનભાઇ પરમાર ઉ.વ. ૭૦ જે બંન્ને પગથી અપગં હોય ચાલી શકતાં ન હતાં ત્યારે જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી મામલતદાર કચેરી સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ બેફીકરાઈથી ઝડપે આવેલી ગાડીએ કવીતા બેન ને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો આ વૃધ્ધ મહિલાને સારવાર અર્થે જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તે દરમિયાન મોત નિપજયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ જામકંડોરણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જામકંડોરણા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech