ખંભાળિયામાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયો

  • July 02, 2021 09:57 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા ટાઉનહોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભારત સરકારની એ.ડી.આઈ.પી.યોજના હેઠળ જિલ્લાના જરૂરીયાતમંદ દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણનો કાર્યક્રમ ગઈકાલે ગુરુવારે સવારે અલા સાંસદ પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં દિવ્યાંગોને જરૂરીયાત મુજબના સાધનો માટે સર્વે કરાવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના 318 દિવ્યાંગ લાભાર્થીઓને બેટરી સંચાલિત ટ્રાયસિકલ, વ્હીલચેર, બ્રેલકિટ, સ્માર્ટ મોબાઈલ ફોન અને શ્રવણયંત્ર વોકર સ્ટિક જેવા વિવિધ 598 જેટલા સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 912 જરૂરીયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા 94.85 લાખના વિવિધ સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે દરેક દિવ્યાંગજનને સાધન સહાય મળી રહે, “સમાન નાગરીક સમાન અધિકાર”ના અભિગમ મુજબ દિવ્યાંગોનો આત્મવિશ્વાસ વધે અને અન્યની સામે પોતાને સક્ષમ સમજે. ઈશ્વર એક શક્તિ લઈ લે તો બીજી વધારે શક્તિ આપે છે દરેકને તમારામાં દિવ્ય આત્માના દર્શન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગ શબ્દ આપેલો છે.

જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ જેને તકલીફ છે તેમને સહાયભૂત થવાના સરકારના આ પ્રયાસ થકી દિવ્યાંગોને સમાજમાં માનભેર સ્થાન મળશે અને સાધનનોની મદદથી તેઓ સારી રીતે કામ કરી શકશે. આ પ્રસંગે ખંભાળિયા નગરપાલિકા પ્રમખ ભાવનાબેન પરમાર તથા જિલ્લા પંચાયતના ભરતભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સમાજ સુરક્ષા અધિકારી એલ.કે.મોરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા અને તાલુકા પંચાયત પ્રમુખ રામભાઈ કરમુર તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ - કર્મચારી્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS