ગુજરાત વિકાસ સેવા વર્ગ બેના સીધી ભરતીથી નિયુકત થયેલા ડેપ્યુટી કલેકટરો, ડેપ્યુટી ડીડીઓ જેવા અધિકારીઓના પ્રમોશન માટેની છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ખાતાકીય પરીક્ષા લેવામાં આવી નથી. આ મામલે મહામંડળોની રજૂઆત પછી સરકારે પરીક્ષાનું આયોજન કરતી સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા)ને લેખિતમાં સૂચના આપ્યા પછી આખરે પરીક્ષાનું મૂહત્પર્ત નીકળ્યું છે. સ્પીપા દ્રારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ આગામી તારીખ ૨૬,૨૭,૨૮,૨૯ અને ૩૦ નવેમ્બર ના રોજ પરીક્ષા લેવામાં આવશે.સરકારના આગ્રહને કારણે સ્પીપા એ અગાઉ તા. ૯,૧૦,૧૧,૧૨,૧૩ સપ્ટેમ્બરના રોજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યેા હતો પરંતુ તે સમયગાળામાં ગુજરાતમાં અતિવૃષ્ટ્રિ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા અને આ કામગીરીમાં અધિકારીઓ મોટી સંખ્યામાં વ્યસ્ત હોવાથી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્રારા આ પરીક્ષાના તારીખમાં ફેરફાર કરવાનો અનુરોધ કરાયો હતો. અગાઉ જાહેર થયેલી પરીક્ષા મુલતવી રખાયા પછી હવે નવો શેડુલ જાહેર કરાયો છે અને ૨૬ થી ૩૦ નવેમ્બર દરમિયાન પરીક્ષા લેવાશે.સરદાર પટેલ લોકપ્રાસન સંસ્થાના નિયામક દ્રારા જણાવાય મુજબ ખાતાકીય પરીક્ષા માટે અગાઉ અરજી ન મોકલી હોય અને બાકી રહી ગયેલા હોય તેવા ઓફિસરો પણ નિયત નમૂનામાં સંપૂર્ણ વિગતો ભરીને સંબંધિત વિભાગ અને કચેરી મારફત વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગર ને તારીખ ૧૮ નવેમ્બર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગર દ્રારા પરીક્ષામાં બેસવા પાત્ર ઉમેદવારોની સંપૂર્ણ વિગતોની યાદી (કોડ રજીસ્ટર) સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાને તારીખ ૨૦ નવેમ્બર સુધીમાં મોકલી આપવાના રહેશે અને આ સમય મર્યાદા દરમિયાન મળેલ અરજીઓ જ ધ્યાનમાં લેવામાં આવશે.સંબંધિત કર્મચારીઓના ખાતા અને કચેરીના વડાઓએ તેમની કચેરીના તાબા હેઠળના કર્મચારીઓને પરીક્ષાના કાર્યક્રમની સમયસર જાણ કરવાની રહેશે અને પરીક્ષા માટે તેમને ફરજ મુકત કરવાના રહેશે. પરીક્ષાર્થીએ પરીક્ષા સમયે ફોટા સહિતના ઓળખ પત્ર તથા હાજરી પત્રક રજૂ કરવાનું રહેશે.
અલગ અલગ વિષયની આ પરીક્ષામાં પ્રશ્નપત્ર ૧ માટે કચેરી કાર્ય પદ્ધતિ અધતન આવૃત્તિ ૨૦૨૨ (સચિવાલય સિવાયના વિભાગો માટે) ધ્યાને લેવાની રહેશે. પ્રશ્નપત્ર ચાર માટે વિકાસ વિવરણ ૨૦૨૩– ૨૪ ધ્યાનમાં લેવાનું રહેશે. તારીખ ૨૧ ઓગસ્ટના રોજ પરીક્ષા સંદર્ભે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેની અન્ય વિગતો યથાવત રહે છે તેમ જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech