ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે અચાનક જાહેરમાં માફી માંગવી પડી. કાર્તિકે કહ્યું કે ભાઈ, મોટી ભૂલ થઈ ગઈ છે. પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની સાથે જોડાયેલી એક બાબત પર કાર્તિકે બધાની સામે માફી માંગવી પડી હતી. માફી માગ્યા બાદ કાર્તિકે કહ્યું કે મને મારી ભૂલનો પછી ખ્યાલ આવ્યો.
કાર્તિકે ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ટીમની ઓલ ટાઈમ ઈલેવનની પસંદગી કરી હતી. કાર્તિકે 'ક્રિકબઝ'ના એક શોમાં આ ટીમની પસંદગી કરી હતી. જો કે કાર્તિકે એમએસ ધોનીને તેની ઈલેવનમાં સામેલ કર્યો ન હતો. જે તેને પછીથી સમજાયું અને પછી તેણે બધાની માફી માંગી કે તેણે ધોનીને તેની ઓલ ટાઈમ ઈન્ડિયા ઈલેવનમાં પસંદ કર્યો ન હતો.
કાર્તિકે તેની ભૂલ વિશે કહ્યું, "ભાઈઓ, તે એક ભૂલ હતી, સાચે જ તે એક મોટી ભૂલ હતી. જ્યારે એપિસોડ આવ્યો ત્યારે મને તેનો અહેસાસ થયો."
કાર્તિકે વધુમાં કહ્યું, "હું મારી પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપરની પસંદગી કરવાનું ભૂલી ગયો હતો. રાહુલ દ્રવિડ ટીમમાં હતો. બધાને લાગતું હતું કે મેં પાર્ટ ટાઈમ વિકેટકીપર રાખ્યો છે પરંતુ વાસ્તવમાં મેં રાહુલ દ્રવિડને કીપર તરીકે રાખ્યો નથી. હું પોતે વિકેટકીપર હોવાને કારણે હું વિકેટકીપરને રાખવાનું ભૂલી ગયો હતો, આ એક મોટી ભૂલ છે.
ત્યારબાદ આગળ વાત કરતા કાર્તિકે ધોનીને ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓમાંથી એક ગણાવ્યો હતો. આ સિવાય કાર્તિકે કહ્યું કે ધોની તેની ટીમ માટે તમામ ફોર્મેટમાં નંબર 7 પર રહેશે.
ધોની વિના દિનેશ કાર્તિકની પ્લેઈંગ ઈલેવન ટીમ કેવી હતી?
વિરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અનિલ કુંબલે, જસપ્રિત બુમરાહ, ઝહીર ખાન. 12મો ખેલાડી: હરભજન સિંહ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી હાઈકોર્ટે રામદેવના શરબત જેહાદ નિવેદનને અક્ષમ્ય ગણાવ્યું
April 22, 2025 02:53 PMસિટી બસ કાંડ: કોંગ્રેસનો સીપી કચરીએ ઘેરાવ, પોલીસને બંગડી બતાવી
April 22, 2025 02:50 PMમુસ્લિમ પર્સનલ લો બોર્ડે વક્ફ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં મોટું વિરોધ પ્રદર્શન
April 22, 2025 02:47 PMઆઇસ્ક્રીમ, ગોલા, કોલ્ડડ્રિંક્સના ધંધાર્થીઓને ત્યાં ફૂડ બ્રાન્ચ ત્રાટકી
April 22, 2025 02:41 PM70 લાખના ચેક રિટર્ન કેસમાં સેશન્સે નિર્દોષ છોડેલા કારખાનેદાર સામે ફરી ફરિયાદની માંગણી ફગાવાઈ
April 22, 2025 02:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech