દિલજીત દોસાંઝે 26 ઓક્ટોબરે દિલ્હીથી તેની 'દિલ લ્યુમિનાટી ટૂર ઈન્ડિયા'ની શરૂઆત કરી હતી. અત્યાર સુધી દિલજીતે દિલ્હીની સાથે જયપુર, અમદાવાદમાં પણ પોતાના કોન્સર્ટનો પાવર બતાવ્યો છે. હવે દિલજીતનો આગામી કોન્સર્ટ 19મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાવા જઈ રહ્યો છે. તાજેતરમાં આ કોન્સર્ટની ટિકિટનું લાઈવ વેચાણ શરૂ થયું હતું. આ વેચાણ શરૂ થતાંની સાથે જ અમુક સેગમેન્ટની તમામ ટિકિટો થોડીવારમાં વેચાઈ ગઈ હતી. દિલજીત દોસાંજના કોન્સર્ટની સિલ્વર ટિકિટ જેની કિંમત 4,999 રૂપિયા હતી, તે માત્ર 50 સેકન્ડમાં જ વેચાઈ ગઈ હતી. આ સાથે ગોલ્ડ કેટેગરીની ટિકિટો પણ થોડીવારમાં વેચાઈ ગઈ હતી.
હવે માત્ર 2 શ્રેણીની ટિકિટ બાકી
રિપોર્ટ અનુસાર, હવે દિલજીતના કોન્સર્ટ માટે સિલ્વર અને ગોલ્ડની કોઈ ટિકિટ વધી નથી. હવે માત્ર 2 શ્રેણીની ટિકિટ બાકી છે. આમાંની પ્રથમ શ્રેણી ઓનલી ફેન પીટ ટિકિટ છે, જેની કિંમત 21,999 રૂપિયા છે. આ સાથે MIP લાઉન્જ ટિકિટ બાકી છે, જેની કિંમત પ્રતિ વ્યક્તિ 60 હજાર રૂપિયા છે. દિલજીત અહીં 19મી ડિસેમ્બરે પરફોર્મ કરવા જઈ રહ્યો છે. હવે દિલજીતની હિટ ટૂરનું આગામી ડેસ્ટિનેશન મુંબઈ બનવાનું છે. આ અંગે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ પહેલા પણ કોન્સર્ટની ટિકિટ ઝડપથી વેચાઈ ગઈ હતી.
દિલજીતની ઓલ ઈન્ડિયા ટૂર રહી સુપરહિટ
દિલજીત દોસાંઝ હવે બોલિવૂડ સહિત દુનિયાભરમાં તેના ગીતો માટે જાણીતા છે. સિંગરમાંથી એક્ટર બનેલા દિલજીતે પોતાના અવાજનો પાવર આખી દુનિયામાં બતાવ્યો છે. હવે દિલજીત આ દિવસોમાં તેની 'દિલ લ્યુમિનાટી ટૂર ઈન્ડિયા' પર છે. આ પ્રવાસની શરૂઆત ગયા મહિને દિલ્હીથી કરવામાં આવી હતી. દિલ્હીના આ કોન્સર્ટમાં હજારો ચાહકો પણ પહોંચ્યા હતા. દિલજીતના પ્રારંભિક કોન્સર્ટ બાદ જયપુર અને અમદાવાદમાં દિલજીતનો કોન્સર્ટ પણ હિટ રહ્યો છે. હવે દિલજીત મુંબઈમાં પોતાનો અવાજ સ્થાપિત કરવા તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપિતરાઇ બહેનની ખોટી સહી કરી ૪૦ લાખની લોન મેળવી લીધી
January 24, 2025 03:31 PMભુણાવા નજીક હિટ એન્ડ રન: વાહનની ઠોકરે યુવકનું મોત
January 24, 2025 03:29 PMવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech