દિલીપકુમારનું સ્વાસ્થ્ય નાજુક : સાયરાએ ફેન્સને કહયું દુઆ કરો

  • December 07, 2020 11:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવુડમાં વર્તમાન સમય ખૂબ કસોટીનો અને માઠો ચાલી રહ્યો છે. એક તરફ કોરોનાનો કહેર છે અને અનેક કલાકારોને કોરોનાએ છીનવ્યા છે ત્યારે વધુ એક ન ગમે એવા સમાચાર મળી રહ્યાં છે કે બોલિવુડ અભિનેતા દિલીપકુમારનું સ્વાસ્વ્થ્ય બગડ્યું છે. આ વાત કુમારની પત્ની સાયરાબાનોએ જણાવી હતી અને ફેન્સને દિલીપકુમારના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા કહયું હતું.

 

એક ઈન્ટરવ્યુમાં સાયરા બાનોએ જણાવ્યું હતું કે હું દિલીપસાહેબની દેખરેખ હું કરી રહી છું એ પ્રેમથી પરેછે. એક સમર્પિત પત્ની હોવા માટે મારે કોઈનાં વખાણની જરૂર નથી. તેમનો સ્પર્શ અને તેમની દેખભાળ જ મારા માટે દુનિયાની સૌથી મોટી બાબત છે. હું તેમને ખૂબ પ્રેમ કરું છું અને તેઓ મારા શ્વાસમાં સમાયેલા છે. હાલમાં દિલીપસાહેબની તબિયત નાદુસ્ત છે. તેઓ થોડીવાર હોલમાં આટો મારીને રૂમમાં જતા રહે છે. તેમની ઇમ્યુનીટી ઘણી નબળી પડી છે. હું દિલીપ સાહેબના તમામ ફેન્સને કહી રહી છું કે તેઓ  માટે પ્રાર્થના કરો. કોરોના વાયરસમાંથી દિલીપકુમારનાં સ્વસ્થ થવા માટે બાનુએ કુદરતનો આભાર માન્યો હતો અને ત્યારથી તેઓ દિલીપકુમારની વધુ કાળજી લે છે. હાલમાં પણ સાઈરાબાનો અને દિલીપકુમાર આઇસોલેટ વધુ રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS