દા‚ના ગુન્હામાં વોન્ટેડ દિગ્વિજયગઢનો ઇસમ ટોલનાકા પાસેથી ઝડપાયો

  • May 06, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના દિગ્વિજયગઢ ગામે રહેતા ઇસમ સામે કમલાબાગ પોલીસમથકમાં પ્રોહીબીશનનો ગુન્હો નોંધાયો હતો અને નાશતો ફરતો હતો જેને પેરોલ ફર્લો સ્કવોડે વનાણાના ટોલનાકા પાસેથી પકડી પાડયો છે. 
જૂનાગઢ રેન્જ, જુનાગઢના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા દ્વારા તેમજ પોલીસ અધિક્ષમક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગેઝેટ પ્રસિધ્ધ તથા લાલશાહીથી નાશતા ફરતા આરોપીઓ પકડી પાડવા સા‚ સુચના કરવામાંઆવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડ પોરબંદરના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા પેરો ફર્લો સ્કવોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર. કટારા તથા પોફી હેડ કોન્સ્ટેબલ જેતમલભાઇ મોઢવાડીયાને સંયુકત બાતમી હકીકતના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનના દા‚ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી મેસુર ચનાભાઇ ઘેલીયા રહે. પાણીના ટાંકા પાસે દિગ્વિજયગઢ ગામ, તા. રાણાવાવ, જિ. પોરબંદરવાળાને ટોલનાકા પાસેથી પકડી ધોરણસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરેલ છે. 
 આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા એ.એસ.આઇ. એચ.કે. પરમાર, જે.આર. અટારા તથા પિયુુષભાઇ બોદર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ સીસોદીયા તથા પ્રકાશભાઇ નકુમ તથા જેતમલભાઇ મોઢવાડીયા, વજશીભાઇ વ‚, કેશુભાઇ ગોરાણીયા, હરેશભાઇ સીસોદીયા દ્વારા કરવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application