ફેસબુકના વી થિંક ડિજિટલ પ્રોગ્રામ હેઠળ ભારતમાં એક લાખ મહિલાઓને મળી ડિજિટલ ટ્રેનિંગ

  • February 10, 2021 08:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેસબુકના વી થિંક ડિજિટલ પ્રોગ્રામ હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર વુમન (NCW) અને સાઈબર પીસ ફાઉન્ડેશનના સહયોગથી એક લાખથી વધુ મહિલાઓને એક વર્ષમાં જ ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવી છે. ગત વર્ષે સેફર ઈન્ટરનેટ ડેના દિવસે આ તાલિમ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની જાણકારી ફેસબુકે સેફર ઈન્ટરનેટ ડે 2021ના અવસરે આપી છે.

 

આ તાલિમનુ ધ્યેય કેરલ, ઉત્તરપ્રદેશ, આસામ, પશ્ચિમબંગાળ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડ અને બિહાર સહિત અનેક રાજ્યોની એક લાખથી વધુ મહિલાઓને ઓનલાઈન સંશાધનો અને ફરિયાદના નિરાકરણ વાળા તંત્રને અસરકારક રીતે ઉપયોગ કરવા માટે તેને ડિજિટલ સાક્ષરતા પ્રશિક્ષણ પ્રદાન કરવાનું છે. તાલિમ કાર્યક્રમને ડિજિટલ સાક્ષરતા અને નાગરિકતા ઉપર ધ્યાન કેંદ્ર કરવા, સિક્યોરીટી અને ખોટી સુચનાઓ જેવી સમસ્યાનો ઉકેલ લાવવાના ઉદેશથી ડિઝાઈન કરવામાં આવ્યો છે.

 

ડિજિટલ સાક્ષરતા ઇંટરનેટના ઉપયોગથી એક ડગલું આગળની બાબત છે. તે ઈન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનિકને સુરક્ષિત કરવાના ઉપયોગ માટે જરૂરી આવડત પુરી પાડે છે. નેશનલ કાઉન્સિલ ફોર વુમનનું માનવું છે કે મહિલાઓને પોતાનો મત સ્વતંત્રરૂપે વ્યક્ત કરવા માટે પોતાની ડિજિટલ ભાગીદારી વધારવા માટે સુરક્ષિત ઈન્ટરનેટ સ્પેસની જરૂર છે. મહિલા ઘણીવાર પોતાને ઓનલાઈન દુર્વ્યવ્હાર અને યાતનાનો શિકાર થતી અનુભવે છે. આથી જવાબદારી સાથે ઓનલાઇન વ્યવ્હાર કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા અને સચેત કરવા અત્યંત જરૂરી છે. હાલમાં  એનસીડબલ્યુ અને ફેસબુક વચ્ચેની આ ભાગીદારી બીજા વર્ષમા છે અને હાલમાં કોરોના મહામારીના કારણે ઓનલાઇન તાલિમ આપવામાં આવે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS