ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-2025 સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તા. 25 ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે
હવે રવિ સીઝન શરૂ થતા રાજ્યના 33 જિલ્લાના તમામ ખેતર માટે રવિ 2024-25 ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજે 15મી ડિસેમ્બરથી રાજ્યભરમાં 45 દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાના 18,464 ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે.
સર્વે થતાં 100% પાણીપત્રક નમૂના નં. 12માં નોંધણી થશે
આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. 12ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરેપૂરી થતી નહોતી, જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે-તે સર્વે નંબર ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં 100% પાણીપત્રક નમૂના નં. 12માં નોંધણી થશે. જેથી નમૂના નં. 12માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસેન્ટ્રલ GSTના રાજકોટ, જામનગર અને અમદાવાદમાં 25 સ્થળ પર દરોડા, 200 કરોડથી વધુની કચચોરી ઝડપાઈ
December 15, 2024 12:48 PM6.2 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું, રાજકોટમા 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું
December 15, 2024 11:31 AMમહારાષ્ટ્ર કેબિનેટમાં એકનાથ શિંદેની ટીમ ફાઈનલ! આ હશે શિવસેનાના નવા મંત્રીઓ, 3નું પત્તુ કપાયું
December 15, 2024 11:09 AMબોલો લ્યો...નોકરીથી કંટાળી યુવકે જાતે જ પોતાની 4 આંગળી કાપી, પોલીસને પણ ચકરાવે ચડાવી
December 15, 2024 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech