સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ નિયમિત રીતે અનિયમિત આવતા હોવાની ઊઠેલી વ્યાપક ફરિયાદ પછી હવે સરકારે આગામી તારીખ એક ફેબ્રુઆરીને શનિવારથી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ દાખલ કરવાની જાહેરાત કરી છે. પ્રાયોગિક ધોરણે આ નવી પદ્ધતિ સચિવાલયમાં લાગુ પાડવામાં આવી છે અને ત્યાર પછી તબક્કા વાર અન્ય સરકારી કચેરીઓમાં પણ તેનો અમલ કરવામાં આવશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના સરકારના નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડે આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડીને તમામ કર્મચારીઓ અને અધિકારીઓને ગાંધીનગર ખાતે નવા સચિવાલય સંકુલ, કલેકટર ઓફિસ, જિલ્લા વિકાસ અધિકારીઓની ઓફિસ, કર્મયોગી ભવન અને ઉધોગ ભવનની કચેરીઓમાં આ સિસ્ટમ લાગુ પાડવામાં આવશે તેવી જાહેરાત કરી છે. ત્રણ મહિના સુધી આ સિસ્ટમનો અભ્યાસ કર્યા પછી તેના ટ્રાયલ એન્ડ એરર મુજબ જરી સુધારા વધારા અને ફેરફાર કરીને સરકારની અન્ય કચેરીઓમાં તે લાગુ પાડવામાં આવશે. પ્રારંભિક ત્રણ મહિના માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ ઉપરાંત વર્તમાન પ્રથાપણ ચાલુ રાખવામાં આવશે. આ પદ્ધતિ અનુસાર કર્મચારી અને અધિકારી યારે કચેરીમાં અથવા તો સંકુલમાં પ્રવેશે અથવા તો તેની બહાર નીકળે ત્યારે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમમાં તેની નોંધ ફરજિયાત બનાવવામાં આવી છે. આ પ્રોજેકટના અમલીકરણ અને દેખરેખ માટે સંબંધિત વિભાગના નાયબ સચિવ (મહેકમ) દ્રારા સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેકટ તરીકે કામગીરી કરવાની રહેશે. ડિપાર્ટમેન્ટલ એડમીન આઈડી ના આધારે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેકટ અથવા તેના દ્રારા અધિકૃત અધિકારી ઓફિસ અને સબ ઓફિસ માટે એડમીન આઈડી બનાવી શકે છે.
જે અધિકારી કે કર્મચારી પાસે સ્માર્ટફોન ન હોય તો વેબ કેમ નો ઉપયોગ કરીને હાજરી નોંધાવવા માટે એટેન્ડનસ આઈડી બનાવવાનું રહેશે. આ માટે સંબંધિત વિભાગે આઇટી અંગેના કોમ્પ્યુટર વેબકેમ જેવા સાધનોની ખરીદી કરવાની રહેશે. જીઆઇએલ દ્રારા વિભાગના સીસ્ટમ મેનેજરને ઓનબોર્ડ કર્મચારીઓ માટે તાલીમ આપવાની રહેશે અને જો કોઈ કર્મચારી કે અધિકારીને સમસ્યા હોય તો સિસ્ટમ મેનેજર દ્રારા ટેકનિકલ સહાય પૂરી પાડવાની રહેશે.
આ સમગ્ર પ્રોજેકટ માં કોઈ સમસ્યા હોય તો તે માટે સરકારે અલગ અલગ ઇમેલ આઇડી જાહેર કર્યા છે અને સાથોસાથ ફોન નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ જાહેર કરવામાં આવ્યા છે
ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમમાં શું હશે?
ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમમાં ઓફિસ લોકેશન મેપિંગ, માર્ક એટેન્ડન્સ, એટેન્ડન્સ ટ્રેકિંગ, ડેટા એનાલિસિસ અને રિપોટિગની સુવિધા છે. અધિકારી કે કર્મચારી કચેરી કે સંકુલમાં પ્રવેશે કે બહાર નિકળે તેની પણ આ સિસ્ટમ દ્રારા નોંધ થશે, સ્માર્ટ ફોન નહી હોય તો વેબકેમનો ઉપયોગ કરીને પણ હાજરી પૂરવી પડશે. આ માટે મોબાઇલ એપ્લીકેશન ોત એન્ડ્રોઇડ અને જીઆઇએલ એટેન્ડન્સ ઉપર સિસ્ટમ ઉપલબ્ધ કરાવાઇ છે. એટેન્ડન્સ પોર્ટલ ઉપર પણ આ માટેની માર્ગદર્શિકા જારી કરાઇ છે.
પ્રાયોગિક ધોરણે ગાંધીનગરની કચેરીમાં અમલ
પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય સંકુલમાં તમામ વિભાગો, કલેકટર કચેરી અને ડીડીઓ ઓફિસ, કર્મયોગી ભવન અને ઉધોગ ભવનની કચેરીઓમાં ૧ ફેબ્રુઆરીથી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો અમલ કરવામાં આવશે. તે પછી સરકારની અન્ય કચેરીઓમાં પણ તેનો અમલ કરાશે. શઆતના ત્રણ મહિના નવી પદ્ધતિ ઉપરાંત હાલની હાજરી પ્રથા પણ ચાલુ રાખવામાં આવશે. નવી પદ્ધતિનો ચૂસ્ત અમલ કરવા માટે સામાન્ય વહીવટ વિભાગ દ્રારા તમામ વિભાગોને સૂચના અપાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech