સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોરબી પોલીસની ઊંઘ ઊડી જાય તેવી કાર્યવાહી કરી પીપળીયા ચાર રસ્તા નજીક વિરપરડા ગામના પાટિયા પાસે આવેલ ઓમ બન્ના હોટલના મેદાનમાં ચાલતા ડીઝલ ચોરીના નેટવર્કને ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના વીરપરડા ગામ નજીક એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ઓમ બનના નામની હોટેલમાં ચાલતા ડીઝલ ચોરીનાં કૌભાંડ પર એ દરોડો પાડયો હતો અને ગેરકાદેસર ડીઝલના જથ્થા અને બે ટેન્કર સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ દરોડામાં ભાવેશ પરબતભાઈ ધ્રાંગા ઉર્ફે મુન્નો રાઠોડ (રહે.નાગડાવાસ) તેમજ ભરત મિયાત્રા પોલીસ (કોન્સ્ટેબલ મોરબી હેડ ક્વાર્ટર), શ્રવણસિંહ મારવાડીની સંડોવણી સામે આવી છે અને ત્રણે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. એસએમસી ટીમે ૩૦૦ લીટર ગેરકાયદેસરના ડીઝલ જથ્થો અને ટેન્કર નંબર જીજે ૦૨ એક્સએક્સ ૧૬૭૨ અને જીજે ૧૨ બીએક્સ ૧૭૫૭ તેમજ સ્વિફ્ટ કાર નંબર જીજે ૩૬ આર ૮૬૦૭ અને નંબર વિનાની થાર કબજે કરી તેમજ આ હોટેલ કોની માલિકીની છે તેમજ અન્ય કોની કોની સંડોવણી છે અને આ ડીઝલ ક્યા ક્યા વહેંચવામાં આવતું હતું તેવા અનેક સવાલોના જવાબ મેળવવા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આગળની તપાસ હાથ ધરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech