શું જાણો છો કે દરરોજ ત્રણ ફેશિયલ કરી શકાય છે અને દરેકનું પરિણામ આકર્ષક મેળવી શકાય છે

  • October 28, 2020 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેશિયલનું નામ સાંભળતા જ મોટા મોટા બ્યુટીપાર્લરોમાં થતી એ કલાકોની પાંચ સાત સ્ટેપની એ પ્રોસેસ યાદ આવે. અવનવી માન્યતાઓ અને મુંઝવણ પણ ઉભી થાય. કહેવાય છે કે બે ફેશિયલ વચ્ચે એક વીકથી પંદર દિવસનો સમય રાખવો જોઈએ. ત્યારે તમને કોઈ કહે કે તમે ૧૫ દિવસના ગેપની બદલે રોજ ત્રણ ફેશિયલ કરી શકો તો એ વાત અત્યંત આશ્ચર્યજનક સાબિત થશે.

 

સામાન્ય રીતે ફેશિયલ રોજ જ કરવું જોઈએ પરંતુ કેમિકલના બદલે નેચરલ વસ્તુઓના ઉપયોગ વડે રોજ ફેશિયલ કરવું જોઈએ. ફેશિયલમાં મસાજ, સ્ટિમ અને પેકનો ઉપયોગ થતો હોય છે. મસાજથી લોહીનું સરક્યુલેશન સારું થાય છે પરિણામે ચહેરામાં ચમક આવે છે. સ્ટીમથી સ્કીનના છિદ્રો ખુલે છે અને તેમાંરહેલી ડસ્ટ સાફ થાય છે. જ્યારે પેકથી સ્કીન પર એક લેયર બને છે અને તેનું રક્ષણ થાય છે. આમ ફેશિયલ કરવું જ જોઈએ. જો કે વધુ સુંદર દેખાવા માટે રોજ દિવસમાં ત્રણ વાર ફેશિયલ કરવું જોઈએ અને ફેશિયલને તમારા ડેઈલી રૂટીનનો ભાગ બનાવવો જોઈએ.

 

સૌથી પહેલા સવારે બપોરે અને સાંજે એમ ત્રણ વાર ફેશિયલ કરવું જોઈએ. સવારે ફેશિયલ કરવા માટે કાચું દૂધ અથવા તેલનો ઉપયોગ કરી શકો છો. તેલ અથવા દૂધથી આખા શરીર પર માલીશ કરીને ૨૦ મીનીટ સુધી એમજ રહેવા દો. ત્યારબાદ તેને ઠંડા કે હુંફાળા પાણીથી સાફ કરી લો. આવું કરવાથી સ્કીનમાં ચમક આવશે અને સ્કીન ખૂબ ગ્લો કરશે.

 

બીજી વખત બપોરે કાકડી, લીંબુ, નારંગી, કિવી, દુધી, બટેટા સ્ટ્રોબેરી સહિતના શાકભાજી અને ફ્રુટનું પાણી બનાવીને ટે પાણીનો ફેસ પર છંટકાવ કરો. ૫ મીનીટ સુકાઈ જાય બાદ ફરીથી આ રીતે પાણીનો છંટકાવ કરીને ફ્રેશ થઈ શકો છો. આવું કરવાથી સ્કીનમાં જરૂરી પોષણ સ્કીનને મળશે અને ચહેરો ખીલી ઉઠશે. આ પધ્ધતિથી પરસેવાની દુર્ગંધની સમસ્યામાં ઘણી રાહત થાય છે. 

 

રાત્રે સુતી વખતે પાંચ સાત મિનિટ સ્ટીમ લઈ બાજરાનો કે ચણાનાં લોટમાં દહી અને ખાંડ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પણ સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો. ત્યાર બાદ પાણીથી ચહેરો સાફ કરી લો. અને નાઈટક્રીમ લગાવીને સ્કીનને મોઇશ્ચર આપો. આ રીતે રોજ દિવસમાં ત્રણ વાર ફેશિયલ કરીને સ્કીનને ખૂબ સુંદર અને ફ્રેશ બનાવી શકાય છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application