શું તમે જાણો છો ઘરમાં નાના મંદિરનું છે મોટું મહત્વ

  • September 12, 2020 09:43 PM 592 views

ઘરમાં નેગેટીવ અને પોઝિટિવ બંને પ્રકારની ઉર્જા જોવા મળતી હોય છે. ગુજરાતી ઘરોમાં પોઝિટિવ ઉર્જા માટે મંદિરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે ઘરમાં મંદિર હોય ત્યારે તે વાસ્તુ આધારિત હોવું જોઇએ. આવું કરવાથી મંદિરની ઉર્જા અનેક ગણી વધુ મળે છે. ઘરમાં સુખ સમૃધ્ધિ અને આર્થિક સધ્ધરતા આવે છે.

 

સામાન્ય રીતે મંદિર ઈશાન ખુણામાં જોવું જોઇએ. જો ઈશાનખુણો ન મળે તો પૂર્વ દિશામાં મંદિર રાખવું જોઇએ. સુર્ય પ્રકાશથી મંદિરનું ધ્યાન રાખવું જોઇએ અને વારંવાર મંદિર બદલવું ના જોઇએ. મંદિરમાં પીળા કે સફેદ રંગનું આસન પાથરવું જોઈએ. પુજા માટે એક નાનકડી જગ્યા નિશ્ચિત કરી દેવી જોઇએ.

 

મંદિરમાં દરેક દેવી દેવતાઓની જગ્યા નિશ્ચિત કરવી જોઈએ અને બહુ બધા ભગવાન મંદિરમાં ભેગા કરવા નહીં. જે તમારા ઈષ્ટ હોય તેનું સ્થાન વચ્ચે અને થોડું ઉંચુ રાખીને અન્યને આજુ બાજુમાં સ્થાન આપવું જોઇએ. કોઇ પણ મૂર્તિ 12 આંગળીથી મોટી ન હોવી જોઇએ. ફોટો મોટો ચાલે પરંતુ મૂર્તિ મધ્યમ હોવી જોઈએ. મંદિર શંખ, ગોમતી ચક્ર, અને જળ ભરીને રાખવા જોઇએ.

 

મંદિરમાં પૂજનનો સમય નિશ્ચિત હોવો જોઇએ. અને દિવા અગરબતી રોજ કરવા જોઇએ. ગાયત્રીમંત્રની માળા રોજ મોટેથી બોલીને કરવી જોઇએ. મંદિરરોજ સાફ કરવું જ જોઈએ. બેડ રૂમમાં મંદિર ના રાખવું જોઈએ અને મંદિરનો દરવાજો હંમેશા ખુલ્લો જ રાખવો જોઈએ.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application