શું તમે જાણો છો ટ્વિટર ઉપર ઝડપથી ઇન્જેક્શન અને ઓક્સિજન શોધવા માટે ઉપયોગી નવા આવેલા ફીચર વિશે

  • April 25, 2021 03:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોનાની બીજી લહેર તારાજી સર્જી રહી છે ત્યારે દેશમાં લોકો ઓક્સિજન, હોસ્પિટલમાં જગ્યા અને દવાઓ માટે આમતેમ ભટકી રહ્યા છે. આ દરમિયાન મેડિકલ રિસોર્સની વ્યવસ્થા મેળવવા માટે ફેસબુક ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ જેવા સોશિયલ પ્લેટફોર્મનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ટ્વીટરમાં એક ફીચર જારી કરવામાં આવ્યું છે.

 

 

માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ઉપર મેડિકલ રિસોર્સીઝ શોધી રહેલા લોકો માટે એડવાન્સ સર્ચનું ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે. જેના માધ્યમથી યુઝર લેટેસ્ટ ઇન્ફરમેશન સર્ચ કરી શકશે અને રિસોર્સિસને એક્ટીવ કરી શકશે. આ બાબતની જાણકારી ટ્વિટરે ટ્વિટર પર જ આપી છે. ઉદાહરણ તરીકે યુઝર્સ એડવાન્સ સર્ચની મદદથી એક એકાઉન્ટ માંથી સ્પેસિફિક હેશટેગ, ટાઈમ પિરિયડ અને ટ્વીટર શોધી શકે છે. સાથે સાથે યુઝર્સ તેનું લોકેશન અને આસપાસની ટ્વીટને શોધવાનો પણ ઓપ્શન મળે છે. જેની મદદથી લોકો પોતાની નજીકમાંથી જ ઝડપથી મદદ મેળવી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS