'આજકાલ' હમદર્દ બન્યું: સિવિલમાં ડાયાલીસીસના દર્દીઓને ટાઢક વળશે

  • August 22, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે વધુ એક વખત હમદર્દ બન્યું છે. સિવિલ હોસ્પિટલના કિડની યુનિટમાં છેલ્લા કેટલાક વર્ષથી સેન્ટ્રલ એસી ચાલુ–બધં હાલતમાં હોવાથી ડાયાલીસીસ માટે આવતા દર્દીઓ ટેબલફેનના સહારે ડાયાલીસીસ કરાવી રહ્યા હતા. આ દર્દનાક સ્થિતિ અંગે આજકાલ દ્રારા અહેવાલ પ્રસિદ્ધ કરવાની સાથે સાથે રાયના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીના ધ્યાન પર મુકતા તેમણે અમદાવાદ આઇકેડીમાં સૂચના આપી હતી અને આઇકેડી વિભાગ દ્રારા રાજકોટ યુનિટ માટે એસીની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને ૧૫ દિવસ પહેલા ૧૦ જેટલા એસી ફાળવવામાં આવ્યા હતા જે ગઈકાલે ફિટિંગ કામગીરી પૂર્ણ થતા હાલ સંપૂર્ણ પણે કાર્યરત થવાથી દર્દીઓ ટાઢક અનુભવી રહ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમએસએસવાય બ્લોકના ગ્રાઉન્ડ લોરમાં કાર્યરત અમદાવાદ કિડની ઇન્સ્િટટૂટ સંચાલિત કેયુ (કિડની યુનિટ) વિભાગમાં દોઢેક વર્ષથી સેન્ટ્રલ એસી ટેકિનકલ સહિતના કારણોસર બંધ–ચાલુ રહેતા હોવાથી અહીં દરરોજ ડાયાલીસીસ માટે આવતા ૧૦૦થી વધુ દર્દીઓ રીતસર ગરમીમાં નીતરતા જોવા મળતા હતા. યુનિટના સ્ટાફ દવારા શકય એટલી જહેમત ઉઠાવી ટેબલ ફેનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી પરંતુ દર્દીઓની સંખ્યા અને ઉનાળાની ૪૨થી વધુ ડિગ્રીના ઉકળતા તાપમાનની સાથે ડાયાલીસીસ દરમિયાન થતી કેટલીક તકલીફના કારણે દર્દીઓની દર્દનાક સ્થિતિ જોવા મળતી હતી. આ સ્થિતિ જોઈ આજકાલની ટીમે દર્દીઓ સાથે સંવાદ કરતા કેટલાક દર્દીએ રડતી આંખે વાસ્તવિકતા જણાવી હતી કે, એક તરફ ગરમી અને બીજી તરફ એસી બધં છે, ડાયાલીસીસ દરમિયાન બોડીમાં પણ ગરમ હિટિંગ રહેતું હોવાથી અમે માંડ સહન કરીએ છીએ, યુનિટનો સ્ટાફ સારો છે અને કામ પણ સાં છે, માત્ર એક એસી ન હોવાથી ખુબ તકલીફ અનુભવી રહ્યા છીએ. આજકાલ દ્રારા દર્દીઓની વેદનાને અખબાર અને ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી વાંચા આપવાની સાથે સાથે રાયના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીને ધ્યાન પર મૂકવામાં આવ્યું હતું અને જે બાદ આઇકેડી વિભાગના ડાયરેકટર ડો.પ્રાંજલ મોદી અને ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.વિરેન મોદી સાથે સતત ફોલોઅપમાં રહી તેમણે પણ દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતિ દાખવી ટેન્ડર પ્રક્રિયાને ઝડપથી આગળ વધારી અંતે ૧૦ એસીની ફાળવણી કરવામાં આવી હતી. ૧૫ દિવસથી વધુનો સમય થી તેનું ફિટિંગ પણ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ડ્રેનેજ સહિતના ટેકિનકલ પ્રશ્નોના કારણે લગાવવામાં આવેલા એસી કાર્યરત ન થતા આ અંગે આજકાલ દ્રારા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાને ધ્યાન પર મુકવામાં આવ્યું હતું. અને પ્રશ્નની ગંભીરતા સમજી તેમણે પીઆઈયુ વિભાગને કામ પૂં કરવા માટેની તાકીદે સૂચના આપતા સાંજ સુધીમાં ડ્રેનેજ સહિતના પ્રશ્નનો ઉકેલ આવ્યો હતો અને તમામ એસી કાર્યરત થતા દર્દીઓને ગરમીમાંથી મોટી રાહત મળી છે. આ તકે દર્દીઓ અને યુનિટ સ્ટાફે આજકાલનો આભાર માન્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application