ખંભાળિયામાં લાયન્સ કલબ દ્વારા ડાયાબિટીસ તથા બીપી અંગેનો કેમ્પ યોજાયો

  • August 10, 2021 10:27 AM 

અનેક દર્દીઓએ લાભ લીધો

   ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ કલબ દ્વારા તાજેતરમાં અહીંના જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ અંગેના કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

    ખંભાળિયાના મૂળ વતની અને હાલ લંડન સ્થિત શ્રીમતી ઉર્મિલાબેન મુકુંદભાઈ સામાણીના આર્થિક સહયોગથી તથા સ્વ. રસિકભાઈ સામાણી અને સ્વ. લખમશીભાઈ પાઉંના સ્મરણાર્થે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે યોજવામાં આવેલા બીપી તથા સુગર અંગેના આ કેમ્પમાં ડોક્ટર શિવાની નકુમે માનદ સેવા આપી હતી. આ કેમ્પમાં નિદાન, સારવાર તથા દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. જેનો લાભ 71 દર્દીઓએ લઈ અને સંસ્થા તથા આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

    આ સમગ્ર આયોજન માટે પ્રોજેક્ટ ચેરમેન હાડાભા જામ, મહેન્દ્રભાઈ જોષી, નિમિષાબેન નકુમ દ્વારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબના સૌરાષ્ટ્ર- કચ્છ વિભાગના પૂર્વ ગવર્નર ધીરેનભાઈ બદીયાણીએ દાતાઓ તથા આયોજકો પરિવારનો ઋણ સ્વીકાર કર્યો હતો.

    આ કાર્યક્રમમાં મોહમ્મદભાઈ વાઘેલા તથા સંસ્થાના સદસ્યો- કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS