સમાજના લોકોએ રેલી કાઢી આરોપીઓને પકડી વરઘોડો કાઢવામાં આવે તેવી માગ કરી રાજકોટ ધોરાજીમાં દિવસે દિવસે બેફામ બની રહેલી ગુનાખોરી વચ્ચે એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાહેર માર્ગ પર ખુલ્લ ેઆમ યુવાનની કુહાડી વડે હત્યા થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. પૈસાની લેવડદેવડ અને જૂની અદાવત આ હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે. ધોરાજીના આઈટીઆઈ અને ઓવરબ્રિજ નજીક બનેલી આ ઘટના છે, યાં હિમાલય બારૈયા નામના યુવાનની નિર્દયી હત્યા કરવામાં આવી. માહિતી મુજબ આરોપીઓ સફેદ રંગની કારમાં આવી પહોંચ્યા હતા અને પહેલા યાર્ડમાં બોલાચાલી કર્યા બાદ રસ્તા પર હત્પમલો કર્યેા. પરિવારજનોના જણાવ્યા મુજબ, હિમાલય બારૈયા અને અન્ય લોકો વાતચીત કરવા માટે બહાર આવ્યા હતા, પરંતુ આરોપીઓએ કોઈ ચર્ચા કર્યા વિના સીધો જ કુહાડી અને લાકડી વડે હત્પમલો કર્યેા. ગળાના ભાગે ગંભીર ઈજા થતા હિમાલય ઘટનાસ્થળેજ પડી જતા પરિવારજનોએ તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. વધુ સારવાર માટે જુનાગઢ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેનું મોત નિપયું, હત્પમલો કર્યા બાદ આરોપીઓ પોતાની કાર અને હથિયારો સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ધોરાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પુરાવા એકત્ર કર્યા. પોલીસે કાર અને હથિયારો કબ્જે લીધા હતા. ફરીયાદ મુજબ સમગ્ર મામલો પૈસાની લેવડદેવડ અને જૂની અદાવત સાથે જોડાયેલો છે. આરોપીઓએ અગાઉ ધમકીઓ પણ આપી હોવાના આક્ષેપ છે. આ મામલે ભગીરથસિંહ જેઠવા અને મહીદીપસિંહ જેઠવા સહિતના આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. ઘટનાના સીસીટીવી ફટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ તેજ બનાવી છે અને પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને આરોપીઓને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના બાદ કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગેલેકસી ચોક અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી અને આરોપીઓને કડક સજા અને તેનો વરઘોડો કાઢવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. ઘટના બાદ બન્ને શખસો તેના પિતરાઇ ભાઈની દુકાને ગયેલ અને દુકાનમાં રહેલ પિતા પુત્રને મારી નાખવાની ધમકી આપેલ હતી અને જબદસ્તીથી દુકાન પણ બધં કરાવી હતી.. પોલીસે કામગીરી કરતાં જે ચાર શખ્સોની સડોવણી સામે આવી હતી તેમાંથી બેની ધરપક્કડ કરીને કાયદેસરની કાર્યવાહી શ કરેલ છે, યારે પરિવાર જનની માંગ છે કે તમામ આરોપીને પકડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલ પોલીસે ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ જેઠવાને પોલીસ પકડી પાડયા છે ત્યારે પરિવારજના જણાવ્યા મુજબ કે હત્પમલો કરનાર ચાર લોકો હતા એમાંથી બેની ધરપકડ કરી છે અને ફરિયાદમાં અન્ય લોકોના નામ પણ ઉમેદરવામાં આવે તેવી માગ કરી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ કેસમાં કયારે અને કેવી રીતે ન્યાય મળે છે