જેતપુરનો ધોરાજી રોડ રેલવે ઓવર- બ્રિજના કામ સબબ ૧૧મી સુધી બંધ

  • May 09, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યાંથી દરરોજ હજારો વાહન અવરજવર કરે છે તે જેતપુરના ધોરાજી રોડ પર બની રહેલ ઓવરબ્રિજ પર આરસીસીના ગડર ચડાવવાના હોવાી સલામતીના ભાગરૂપે આ રોડ ચાર દિવસ માટે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે તેવું જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી લોકોને જાણ કરી હતી.જેતપુર શહેરની પચીસ ટકા જેટલી વસ્તી જ્યાં વસવાટ કરે છે તે વિસ્તાર એટલે શહેરના ધોરાજી રોડની આજુબાજુનો વિસ્તાર. તેમાંય રેલ્વે ફાટક બાદ અસંખ્ય સાડીઓના કારખાનાઓ, જલારામ નગર ૧-૨-૩, કૃષ્ણ નગર, નીલકંઠ સોસાયટી, દાસી જીવણપરા વગેરે નવ જેટલી સોસાયટીઓ આવેલ છે. અને શહેરમાંથી  ધોરાજી બાજુ જવાનો પણ આ મુખ્ય રોડ છે. આ રોડ પર છેલ્લા ત્રણેક વર્ષી રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ બની રહ્યો છે. આ ઓવરબ્રિજનું ૭૦ ટકા જેટલું કામ પૂર્ણ ઈ ગયું હોય હવે બ્રિજ માટે બનાવવામાં પીલર પર આરસીસીના ગડર ચડાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

 ૪૦ ટન વજનના આ વિશાળ ગડરો અત્યાધુનિક ક્રેઇનના દ્વારા ઉપર ચડાવવાના હોય અને તે દરમિયાન કોઈ વાહનોની અવરજવર આ કામમાં વિક્ષેપ ન પાડે તેમજ કોઈ અકસ્માત ન થાય તે માટે વાહન વ્યહવાર સંપૂર્ણપણે બંધ કરવો પડે તેમ હોવાી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ રોડ પર અવરજવર બંધ કરવાનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

જાહેરનામા આ રોડ આઠ થી  અગ્યાર તારીખ સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે જેી કોઈએ આ રોડ પર આવવું નહિ. અને ધોરાજી રોડને બદલે પધારો હોટલી જેતલસર ચોકડીી સરદાર ચોકનો રોડ તેમજ પધારો હોટલી નવાગઢ ચોકડીી નાજાવાળાપરાી તીનબતી ચોક વાળો રોડનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application