આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ધોરાજી : રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્રારા પ્રોહીબીશનના ગુનામાં વર્ષ ૨૦૨૪થી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિ રાય, રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ તેમજ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્રાજના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચનાઓ આપવામાં આવી હતી.આ સુચનાના આધારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડો. એમ.એમ. ઠાકોરના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં મુખ્ય આરોપી તરીકે ગૌતમ પ્રકાશચદ્રં સેન (ઉ.વ. ૨૯), (રહે. કુંભારોકા મહોલ્લ ા, કાનોડ રોડ, ડુંગલા, જી. ચિતોડગઢ (રાજસ્થાન)) વર્ષ ૨૦૨૪થી નાસતો ફરતો હતો. બાતમીના આધારે ધોરાજી તાલુકા પોલીસે શખસને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડયો હતો.આરોપી વિદ્ધ અગાઉ રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પણ વર્ષ ૨૦૨૧માં પ્રોહીબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલ છે.આ સફળ કામગીરીમાં પીઆઇ ડો. એમ.એમ. ઠાકોર, યુએચસી દિવ્યરાજસિંહ પઢીયાર, જગદીશભાઈ સુવાણ, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ મકવાણા અને વાઘાભાઈ મોરી સાથે રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
મેચ ટાઈ થતાં જ અમ્પાયરો સાથે કેમ બાખડ્યા ઇન્ડિયા-A ના ખેલાડીઓ? મેદાન પર ભારે ડ્રામા બાદ સુપર ઓવરમાં ભારતની હાર
ઇથિયોપિયામાં ભયાનક માર્ગ અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતાં 31 લોકોના મોત
મૈસૂરના રેસ્ટોરન્ટ-બારમાં ભયાનક અગ્નિકાંડ: 2 ના કરુણ મોત, 7 ગંભીર રીતે દાઝ્યા; જીવ બચાવવા ગ્રાહકોએ ઉપરના માળેથી મારી છલાંગ
વીડિયો કોલ પર હસવું મોંઘુ પડી શકેઃગૃહ મંત્રાલયે AI છેતરપિંડી પર ચેતવણી જારી કરી
અનિલ અંબાણીની કંપનીના બે વરિષ્ઠ અધિકારીની ધરપકડ, મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ સકંજો કસ્યો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech