શેઠવડાળા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારુનું ધુમ વેંચાણ

  • July 01, 2021 11:13 AM 

બંધ નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી આપતા સામાજીક કાર્યકર

જામજોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ સ્ટેશન હેઠળના બુટાવદર, બગધરા, મેથાણ, સંગચીરોડા, માંડારાણ સડોદર વગેરે અનુજાતિ વિસ્તારમાં પોલીસની સાંઠગાંઠથી વિના રોકટોક દેશી દારુનું ધુમ વેંચાણ થાય છે, આ વિસ્તારમાં પિતા-પુત્ર ખુલ્લે આમ દેશી દારુ વહેંચે છે, આ અંગે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફોનથી તથા લેખિત જાણ કરેલ છે, દારુના વેંચાણનું વિડીયો રેર્કોડીંગ પણ હોય રજૂઆતકર્તા ઉપર પોલીસ ઉલ્ટાનું દબાણ લાવી ખોટો કેસ કરે છે, આમ જો પગલા નહીં લેવાય તો, તા.6-7-2021 થી મામલતદાર કચેરી સામે બુટાવદરના હસમુખભાઇ દિનેશભાઇ મકવાણા પોતે આમરણાંત ઉપવાસ ઉપર બેસશે તેવી ચિમકી ઉચ્ચારી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)