રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૨ ડેમમાંથી સાત જળાશયોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦.૧૬ ફટથી ૩.૨૮ ફટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે તેમજ છ ડેમ સાઇટસ ઉપર પોણા બે ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર શહેરની જીવાદોરી સમાન વઢવાણ ભોગાવો–૨ (ધોળીધજા) ડેમ છલકું છલકું થઇ રહ્યો છે.
રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના જણાવ્યા મુજબ કુલ ૨૦ ફટની ઉંડાઇનો ધોળી ધજા ડેમ આજે સવારની સ્થિતિએ ૧૯.૭૦ ફટ સુધી ભરાયો છે અને ઓવરલો થવામાં હવે ફકત ૦.૩૦ ફટનું છેટું રહ્યું છે. ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૬૯૯ એમસીએફટીની છે જેની સામે આજે સવાર સુધીમાં ૬૩૯ એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત થયો છે, હવે ફકત ૨૧ એમસીએફટી પાણીની આવક થતા ડેમ ઓવરલો થશે. આજની સ્થિતિએ ડેમ ૯૭.૦૮ ટકા ભરાયો છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ લડ સેલએ વિશેષમાં ઉમેયુ હતું કે ગત સવારે સાતથી આજે સવારે સાત વાગ્યા સુધીની ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેરના આજી–૧માં ૦.૧૬ ફટ, વાછપરીમાં ૩.૨૮ ફટ, ગોંડલના વેરીમાં ૦.૪૩ ફટ, પડધરી તાલુકાના ખોડાપીપરમાં ૦.૩૬ ફટ, જસદણ તાલુકાના માલગઢમાં ૧.૩૧ ફટ, મોરબી જિલ્લાના મચ્છુ–૩માં ૦.૨૩ ફટ અને સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાં ૦.૩૩ ફટ પાણીની આવક નોંધાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના આજી–૧ ડેમમાં થયેલી આવક સૌની યોજનાના નર્મદાનીરની છે.
છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૮૨માંથી છ ડેમ સાઇટસ ઉપર વરસાદ નોંધાયો છે જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલી ડેમ ઉપર ૧૫ મીમી, વાછપરી ડેમ ઉપર ૧૦ મીમી, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧ (નાયકા) ડેમ ઉપર એક ઈંચ, વઢવાણ ભોગાવો–૨ (ધોળી ધજા) ડેમ ઉપર ૧૦ મીમી, લીંબડી ભોગાવો–૧ ઉપર એક ઈંચ તેમજ નીંભણી ડેમ ઉપર સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.
જન્માષ્ટ્રમીએ વરસાદની આગાહી હોય હાલ સુધી ખાલી રહેલા જળાશયોમાં નવા નીરની આવક થવાની આશા બંધાઇ છે
ખોડાપીપર ડેમ વિસ્તારમાં અવરજવર ઉપર પ્રતિબંધ
પડધરી તાલુકા પાસે આવેલ ખોડાપીપર ડેમમાં ૮૦ ટકા પાણી ભરાયેલ હોવાથી લ લેવલ જાળવવા પાણી છોડવાની શકયતા છે. આથી ડેમના હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના ખોડાપીપર તેમજ થોરિયાળી ગામના લોકોને સાવચેતી રાખવા અને ડેમ વિસ્તાર તેમજ કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સુચના જારી કરાઇ છે
આજી–૩ ડેમના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સુચના
પડધરી પાસેના આજી–૩ ડેમમાં વરસાદની આવક વધતા અગાઉ ડેમનો એક દરવાજો ૦.૦૫ મીટર ખોલ્યો હતો તેમાં વધારો કરી હવે ૦.૧ મીટર કરાયો છે. આથી ડેમના નીચાણના વિસ્તારમાં આવેલા ખજૂરડી, થોરીયાળી અને મોટા ખીજડીયા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સુચના અપાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech