શહેરમાં આપઘાત અને આપઘાતના પ્રયાસના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. બનાવોમાં કારણો અતિ સામાન્ય હોવાનું પરિવારજનો અને પોલીસની પ્રાથમિક વિગતોમાં સામે આવતું હોય છે. ત્યારે શહેરમાં વધુ ત્રણ મહિલા સહીત પાંચ વ્યક્તિએ ફિનાઈલ અને ઝેરી પ્રવાહી પી લેતા સર્વરમાંતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જેમાં 80 ફૂટ રોડ પર આંબેડકરનગરમાં રહેતા મનીષાબેન નવીનભાઈ રાઠોડ (ઉ.વ.45) નામના મહિલા રાત્રે નવેક વાગ્યે ઘરે હ્તા ત્યારે બ્લિચિંગનું પાણી પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીનાસ્ટફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી.મનીષાબેનએ અગાઉના લગ્ન છુટા થઇ જતા સાત મહિના પહેલા જ બીજું ઘર માંડ્યું છે. પોતાનો માલસામાન દીકરીને દેવા બાબતે પુત્ર ગૌતમ સાથે ઝગડો થયા બાદ બ્લિચિંગ પી લીધું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
છોકરાવને ખિજાવવા બાબતે પતિએ ઠપકો પત્નીએ ફિનાઈલ પીધું
બીજા બનાવમાં ભગવતીપરામાં જય નંદનવન સોસાયટીમાં રહેતા ભાગ્યશ્રીબેન રમેશભાઈ સોલંકી (ઉ.વ.27)નામની પરણિતાએ સાંજે સાળા આઠેક વાગ્યે ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પરણિતાના લગ્ન થયાને દશ વર્ષ જેટલો સમય થયો છે સંતાનમાં દીકરો દીકરો છે. ગઈકાલે સંતાનો મોબાઈલ જોવા બાબતે જીદ કરતા હોય આથી પરિણીતા તેને ખિજાઈ જતા પતિએ ઠપકો આપ્યો હતો જેનું લાગી આવતા પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
લીંબુ સરબત સમજી ધારા કપડાં ધોવાનું લીકવીડ પી ગઈ
નવા થોરાળા શેરી નંબર-2માં રહેતી ધારા રાજેશભાઈ ચાવડા (ઉ.વ.21) નામની યુવતી બપોરે ઘરે હતો ત્યારે કપડા ધોવાનું લીકવીડ પી લેતા ઉલટી કરવા લાગી હતી અને તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડાતા સારવાર લીધી હતી. પરિવારના કહેવા મુજબ લીંબુ સરબતની બોટલ લિકવિડની બાજુમાં પડી હોય ભૂલથી લીંબુ સરબત સમજી પી લીધું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
ધરમનગરમાં યશએ ફિનાઈલ ગટગટાવાયું
નાણાવટી ચોક પાસેના ધરમનગર આવાસ ક્વાર્ટરમાં રહેતો યશ પરસોતમભાઈ વાઘેલા (ઉ.વ.20)ના યુવકે સાંજે ઘરે હતો ત્યારે ફિનાઈલ ગટગટાવી લેતા સિવિલમાં ખસેડાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી. પોલીસ હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધે પહેલા જ રજા લઈ ચાલ્યા જતા કારણ જાણી શકાયું નથી.
આજી જીઆઈડીસીમાં હિતેષએ ફિનાઈલ પી લીધું
આજી જીઆઈડીસીમાં આંબેડકરનગરમાં રહેતો અને મજૂરી કામ કરતો હિતેષ પુંજાભાઈ પરમાર (ઉ.વ.23)ના યુવકે રાત્રે ઘરે ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવક રાત્રે ઘર પાસે ઉભો હોય ત્યારે નજીક રહેતા હમીરભાઇ સહિતના કોઈ સાથે ઝગડો કરતા હોય જેમાં હિતેષને પણ ગાળો આપવા લાગતા હિતેષે ગાળો આપવાની ના પાડતા ઉશ્કરાઈ મારવા દોડ્યા હતા. જે બીકથી હિતેષ પોલીસ સ્ટેશનએ પણ ગયો હતો ત્યાંથી ઘરે આવી પગલું ભરી લીધાનું તેના માતા ચંપાબેનએ જણાવ્યું હતું. થોરાળા પોલીસે તપાસ હઠળ ધરી છે.
માનસિક બીમારીથી કંટાળી પ્રૌઢાએ ફિનાઈલ પીધુ
સંતકબીર રોડ ઓર ગઢીયાનગર શેરી નં-03માં રહેતા રાધાબેન મોહનભાઇ સોલંકી (ઉ.વ.60) નામના પ્રૌઢાએ રાત્રે એકાદ વાગ્યે ઘરે ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. રાધાબેનના પુત્રના કહેવા મુજબ માતાને કેટલાક સમયથી માનસિક તકલીફ હોય મગજમાં અવાજ આવતો હોવાની બીમારીથી કંટાળી પગલું ભર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMરાજકોટમાં વહેલી સવારે છવાઈ ગાઢ ધુમ્મસ
April 21, 2025 05:00 PMરાજકોટની સિવિલ હોસ્પિટલની છે આ હાલત, દર્દીઓ હેરાન
April 21, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech