ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગની સુચના અન્વયે જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં તા.૨૦/૦૩/૨૦૨૫ નાં રોજ "રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ" નું આયોજન કરવામાં આવ્યું હતું.
આયર્ન બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે શુક્ષ્મ અને અગત્યનું પોષકતત્વ છે. બાળકોને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આયર્નની ઉણપ (પાંડુરોગ) થાય છે. જો બાળકોને કૃમિનાશક દવા આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
ગઈકાલે તા. ૨૦/૦૩/૨૦૨૫ ના રોજ જામનગર મહાનગર પાલિકાની તમામ આંગણવાડી તમામ સરકારી, અર્ધ સરકારી શાળા અને પ્રાઇવેટ શાળા અને કોલેજ ના ૧ થી ૧૯ વર્ષ ની વયના તમામ બાળકોને કૃમિનાશક ગોળીનું વિતરણ કરવામાં આવેલ છે. કુલ ૧,૩૪,૬૩૯ બાળકોને કૃમિ ની ગોળી ગળાવા માટે આપવામાં આવી હતી. બાકી રહી ગયેલા બાળકોને તા. ૨૭/૦૩/૨૦૨૫ ના મોપ-અપ રાઉન્ડ માં ગોળી ગળાવવામાં આવશે. આથી આરોગ્ય શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વાલીઓને અપીલ કરવામાં આવે છે, કે કોઈ કારણસર આપનું બાળક તા. ૨૦/૦૩/૨૦૨૫ ના રોજ ગોળી ગળી ન શક્યું ન હોય, તો તા. ૨૭/૦૩/૨૦૨૫ ના રોજ તેમને શાળા અને આંગણવાડી ખાતેથી ગોળી અપાવવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર કલેકટર કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો
April 23, 2025 12:22 PMદ્વારકા જિલ્લાના ખેડુતો-કોન્ટ્રાકટરોને મજુરો મોકલવાનો જાસો આપી ઓનલાઇન ઠગાઇ
April 23, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech