જૂનાગઢમાં જલારામ જયંતીની ધામધૂમથી ભક્તિમય ઉજવણી

  • November 20, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં આજે જલારામ બાપાની૨૨૪મી જન્મ જયંતી નિમિત્તે શહેરમાં જય જલારામ નો નાદ ગુંજી ઉઠ્યો હતો .માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે  લોહાણા મહાજન દ્વારા સવારે ૨૨૪ દીવડાઓની આરતી, રક્તદાન કેમ્પ નિશુલ્ક થેલેસેમિયા નિદાન,  હજારો લોકોએ નાત જમણ , હવેલી ગલી  જલારામ મંદિર ખાતે અન્નકૂટ દર્શન, સાંજે શોભાયાત્રા અને રાત્રે ઝાંઝરડા રોડ જલારામ ભક્તિ ધામ ખાતેધ્વજારોહણ, મેડિકલ- રક્તદાન કેમ્પ, અન્નકૂટ દર્શન, આરતી, સ્પર્ધા, સન્માન સમારોહ જ્ઞાતિ ભોજન સહિતના કાર્યક્રમ દ્વારા  જૂનાગઢ જલારામ મય બન્યું હતું. 


જલારામ જયંતિ નિમિત્તે રઘુવંશી સમાજમાં અનેરો ઉત્સાહ છવાયો હતો હવેલી ગલી ખાતે આવેલ જલારામ મંદિરે ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોહાણા મહાજન દ્વારા પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન હેઠળ માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સવારે ૧૧ કલાકે જલારામ બાપા સન્મુખ ૨૨૪ દીવડાઓની આરતી સાથે જલારામ બાપા અને વીરબાઈ માનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. આ ઉપરાંત યુવાઓ માટે નિશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ તથા મેગા રક્તદાન કેમ્પ માં પણ રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું એકઠું થયેલું રક્ત જરૂરિયાત મંદોને આપવામાં આવશે. ત્યારબાદ શાશ્વત બ્રાહ્મણ બ્રહ્મ દેવોને ભોજન પ્રસાદ ના કાર્યક્રમ બાદ હજારોની સંખ્યામાં રઘુવંશી પરિવારો અને જલારામ ભક્તો ભોજન પ્રસાદ  લીધો હતો .કાર્યક્રમ અંતર્ગત વ્યસન મુક્તિ અંગે પ્રવચન ઉપરાંત બીમાર અંધ અપમ ગાયોની સેવા કરનારી ગૌશાળાઓ અને પાંજરાપોળ સંસ્થાઓને ઘાસચારા અને પક્ષીઓના ચણ માટે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ લોહાણા મહાજન તથા યુવક મંડળ અને વિવિધ રઘુવંશી સંસ્થાઓ સાથે જોડાયેલા દિવંગગતોને ભાવાંજલિ આપવામાં આવી હતી.. 


ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ  જલારામ ભક્તિ ધામ ખાતે  જલારામ પરિવાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રો પીબી ઉનડકટ ના માર્ગદર્શન હેઠળ  સવારે આરતી પૂજન, ધ્વજારોહણ , દ્વારા જલારામ જયંતીના કાર્યક્રમનું પ્રારંભ કરવામાં આવ્યો હતો મંદિર ખાતે જ  નિશુલ્ક તબીબી સારવાર નિદાન કેમ્પ  અને  દર્દીઓના લેબોરેટરી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત. સોલર રૂફટોપ પ્રોજેક્ટ ભોજનાલયના મેદાનનો ડોમ અને લિફ્ટ નું  લોકાર્પણ અને તક્તિ અનાવરણ વિધિ બપોરે રાજભોગ   અન્નકૂટ ભોગ ધરવામાં આવ્યો હતો અન્નકૂટ દર્શનનો મોટી સંખ્યામાં જલારામ ભક્તો અને રઘુવંશીઓ પરિવારોએ દર્શન કર્યા હતા.  ત્યારબાદ વૈષ્ણવ.સાંજે ૨૨૪ દીવડા સાથે સંધ્યા આરતી અને આરતી શણગાર સ્પર્ધા નું  આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મંદિર પરિસર દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો હતું લોહાણા સમાજ અને જલારામ ભક્તો માટે સમૂહ ભોજન માં રાત્રે હજારો લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રોફેશનલ ડિગ્રીધારી વિદ્યાર્થીઓ , વિશિષ્ટ વ્યક્તિઓ અને ચક્ષુદાતાઓનું મરણોતર સન્માન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 
​​​​​​​
અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીરસેના અને જલારામ સર્કલ સેવા સમિતિ દ્વારા તળાવ દરવાજે નીલકમલ એપાર્ટમેન્ટ સામે આવેલ જલારામ સર્કલે સવારે ૭:૩૦ વાગ્યે આરતી ,૧૦ થી ૧૨ વાગ્યા સુધી બાળકો માટે  જનરલ નોલેજ, આરતી ડેકોરેશન સ્પર્ધા, ત્યારબાદ મહાપ્રસાદ સાંજે ૫ વાગ્યે ૧૧૧૧ રોટલા નોમનોરથ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. બાજરા ઉપરાંત જુવાર ,મકાઈ  સહિત ના રોટલા બાપાને ભોગરૂપે ધરવામાં આવ્યા હતા, સાંજે ૭ વાગ્યે કેક કટીંગ, ત્યારબાદ મહા આરતી યોજવામાં આવી હતી અને ૫ થી૨૦ વર્ષની ઉમર ના સ્પર્ધકો માટે  જલારામ બાપા વીરબાઈ માં તથા સાધુ ના વેશ ધારણ કરવાની અનોખી વેશભૂષા  સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા..
હવેલી ગલી વેપારી એસોસિએશન દ્વારા બુંદી, ગાંઠિયા પ્રસાદનું વિતરણ, કડિયાવાડ ,વણઝારી ચોક ,ગિરનાર રોડ, પોસ્ટ  ઓફિસ રોડ ,રાયજીબાગ ,જલારામ સોસાયટી, મધુરમ ,જોષીપરા ,જવાહર રોડ ઝાંઝરડા , છાયા બજાર,  મધુરમ ,બસ સ્ટેન્ડ રોડ સહિતની વિવિધ વિસ્તારોમાં બાપાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સામૂહિક ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application