ખંભાળીયા સહિત જિલ્લામાં શિવ મંદિરોમાં પૂજન-અર્ચન અને દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા

  • August 06, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા સહિત જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ તથા પ્રાચીન શિવ મંદિરોમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે,સોમવારથી જ શરૂ થતાં અને સોમવારે પૂર્ણ થતાં શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારથી ભાવિકો પ્રાચીન પ્રસિદ્ધ શિવ મંદિરોમાં ઉમટ્યા હતા. ખંભાળીયાના પ્રાચીન ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, શરણેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, ભુવનેશ્વર મહાદેવ, ગ્રામ્ય પંથકના અતિ પ્રાચીન શિવ મંદિરો ધીંગેશ્વર મહાદેવ વડત્રા, ધીંગેશ્વર મહાદેવ ભરાણા, ઇન્દ્રેશ્વર મહાદેવ ભાણવડ, બીલેશ્વર મહાદેવ બરડા ડુંગર, કીલેશ્વર મહાદેવ બરડો ડુંગર, ભીમનાથ મહાદેવ ઘુમલી ડુંગર, ભાતેલનું ભોળેશ્વર મહાદેવ, સોડસલા સલાયા પાસેના નાગનાથ મહાદેવ, સલાયાના પાળેશ્વર મહાદેવ, મોડપર પાસે તુગેશ્વર મહાદેવ, કોટા કોટેશ્વર મહાદેવ, બજાણા કાશી વિશ્વનાથ મહાદેવ, જામ જોધપુર પાસે ડુંગરમાં ટપકેશ્વર મહાદેવ, શક્તિનગર શિરેશ્વર મહાદેવ, રામનગર બાલનાથ મહાદેવ, કેશોદ ૐ કારેશ્વર મહાદેવ, ખંભાળીયામાં મહાદેવ વાડા વિસ્તારમાં આવેલા પ્રાચીન શિવ મંદિરો વિદ્યાશકર મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, કાશીવિશ્વનાથ મહાદેવ, ભીડ ભંજન મહાદેવ, કલ્યાણરાયજી મંદિરે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ,બેઠક પાસે આવેલ કેદારેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં ભાવિકો સવારથી જ બિલ્લીપત્રો, પુષ્પ તથા ગંગાજલ પાણીના લોટા સાથે ઉમટ્યા હતા.
ત્રણ સ્થળે વિશિષ્ટ આરતી ખંભાળીયામાં ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ તથા પાળેશ્વર મહાદેવ મંદિરે સવારે નગારા નોબત સાથે થતી આરતી વિશિષ્ટ છે જે ભાવિકોના રૂંવાડા ઉભા કરી દે તેવી હોય મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application