24 કલાક ખુલ્લા રહેતા મંદિરમાં દૂધ-જળથી અભિષેક: 85 ફૂટની શિવ પ્રતિમાના દર્શન
દ્વારકા નજીક આવેલા પ્રાચીન નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાશિવરાત્રિના પર્વે ભક્તોનો અભૂતપૂર્વ મેળાવડો જામ્યો છે. આ દ્વાદશ જ્યોતિર્લિંગ ખાતે સ્થાનિક અને પ્રવાસી ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા. મહા શિવરાત્રી નિમિતે શિવલિંગ તેમજ મંદિરમાં આકર્ષક શ્રણગાર કરાયો હતો. સમગ્ર દેશમાંથી આવતા ભક્તોએ પર્વ નિમિત્તે એક અનોખો લ્હાવો લીધો હતો.
લગભગ 5500 વર્ષ પ્રાચીન આ મંદિરનો ગુલશન કુમાર દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેમણે સ્થાપિત કરેલી 85 ફૂટ ઊંચી શિવની પ્રતિમાએ ભક્તોને આકર્ષ્યા છે, ભક્તોએ સવારથી જ મંદિરમાં ધામા નાખ્યા હતા. શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું હતું.
મહાશિવરાત્રિના દિવસે આ જ્યોતિર્લિંગ 24 કલાક માટે ખુલ્લું રહે છે. સ્થાનિક પૂજારીના જણાવ્યા અનુસાર, આખી રાત મહાપૂજા અને ચાર પ્રહરની આરતીના દર્શન માટે ભાવિકો ઉમટી પડે છે, આ તકે મહા શિવરાત્રી પર મંદિરને શણગારવામાં આવ્યું હતું અને શિવલિંગને આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું. દેશ-વિદેશમાંથી અનેક ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા અને પર્વનો અનેરો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.
ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત આ શિવલિંગ પર ભક્તોએ દૂધ અને જળથી અભિષેક કર્યો હતો. બિલીપત્ર ચઢાવી શિવજીને પ્રસન્ન કર્યા હતા અને દ્વારકા ધામની યાત્રાએ આવેલા પ્રવાસી ભક્તોએ હરિ અને હર બંનેના દર્શનનો બેવડો ધર્મલાભ મેળવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફલ્લા ગામમાં ગ્રામ પંચાયત પણ વોકિટોકીથી સજ્જ
May 14, 2025 12:06 PMમિશન ઇમ્પોસિબલ 8': ટોમ ક્રૂઝના દિલધડક સ્ટંટ દર્શકોને જકડી રાખશે
May 14, 2025 12:05 PMદીપિકા પ્રભાસની ફિલ્મ 'સ્પિરિટ'માં મહત્વનો રોલ અદા કરશે
May 14, 2025 12:00 PMમૂળીનાં ભેટ અને દાધોળીયા ગામેથી ૧૬ ની ખનિજ ચોરી ઝડપાઇ
May 14, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech