જામનગરના દ્વારકાધીશ મંદિરે રથયાત્રા દર્શનનો લાભ લેવા ભાવુકોનો ઉમંગ

  • July 10, 2021 10:19 AM 

રથયાત્રા રવિવારે બપોરે અને સાંજે દર્શન માટે રખાશે: ભાવિકોના કોરોનાના નિયમોનું પાલન કરવા તાકીદ

જામનગર કિશાન ચોકમાં આવેલ  દ્વારકાધીશ મંદિરે રથયાત્રા દર્શનનો લાભ લેવા ભાવુકોનો અનોખો ઉમંગ છે. આ રથયાત્રા દર્શન રવિવારે બપોરે 12.30 થી 1.15 સુધી અને સાંજે 6.10 થી 7.15 સુધી રથયાત્રાના દર્શન થશે. આ રથયાત્રાનો અનોખો મહિમા હોય છે, જે પુષ્પ નક્ષત્ર, ચાર ખેલ, ચાર યુથના ભાવથી પ્રભુ રથ પર બિરાજી વ્રજભક્તોના મનોરથ સિદ્ધ કરે છે, જે રથને ઘોડા જોડવામાં આવતા નથી તેનો બાલભાવ છે.આ રથને સખાઓ ખેંચે છે આ રથની આગળ સખાઓ ધ્વજા,પતાકા, છત્ર, ચંવર લઈને ચાલે છે જે રથને ઘોડા જોડવામાં આવે છે તે કિશોર લીલાની ભાવના છે. એ રથમાં શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સહિત બિરાજે છે શ્રી જગદીશના રથ ને 16, બળદેવજીના રથને 12, શ્રી સુભદ્રાજીના રથને 8 પૈડા હોય છે.

આ ઉત્સવ ઉજવવાની ભગવત આજ્ઞા શ્રી ગુંસાઈજીને શ્રી જગન્નાથજીની યાત્રામાં જગન્નાથપુરીમાં થઈ હતી. ત્યારે શ્રી ગુંસાઈજી સાથે માધવદાસ નામના સેવક હતા તેમને જગન્નાથ હરિ દેવા એ પદ ગાયું. શ્રી ગુંસાઈજી એ આ પદ ને રથના પ્રાથમિક પદ પે સ્થાન આપ્યું. આપણા દેહપી રથના ઘોડા દસ ઇન્દ્રિયો છે. દેહરૂપી રથ નો સારથી આપણું મન છે. દેહપી રથની લગામ બુદ્ધિ છે. દેહરૂપી રથ માં આત્મા સવારી કરે છે. રથયાત્રાના દિવસે શ્રી મહાપ્રભુજીની આસુરવ્યામોહ લીલા. આ દિવસે શ્રી મહાપ્રભુજી એ ગંગાતટની રેતીમાં શિક્ષાશ્લોકા ગ્રંથ ના સાડા ત્રણ શ્લોક લખ્યા.અને પોતાના પરિવાર અને સેવકોનેને અંતિમ આજ્ઞા પોતાના સ્વહસ્તે લખી ને આપી શિક્ષશ્લોકાનો સાર.

જો આપણે પ્રભુથી બહિર્મુખ થઈશું અને પ્રભુ ના સેવા સ્મરણ છોડી લૌકિક માં રચ્યા પચ્યા રહીશું ,તો આ સંસાર સાગર માં ખોવાઈ જઈશું અને કાળ આપણું ભક્ષણ કરી જશે. શ્રીકૃષ્ણ આપણા સ્વામી છે,તેઓ અલૌકિક છે.તેમની સાથે લૌકિક વ્યવહાર ના કરવો તેમને લૌકિક ના માનતા,અથર્તિ આપણા સ્વાર્થ અને સુખ માટે તેમની સેવા સ્મરણ ના કરવા.તત્સુખ નો વિચાર કરી દસભવ રાખવો.   આ રથયાત્રા દર્શનથી ભકતજનો તેમજ ભાવુકો ધન્ય થઈ જાય છે. દર્શન નો લાભ લેવા અનેક ભક્તો દૂર દૂર થી પહોંચતા હોય છે. તો સર્વ ધર્મ પ્રેમી ભક્તો એ દર્શનનો લાભ લેવા પધારવું તેમ મુખ્યાજી રમેશભાઇ રાજગોરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS