ચારધામ યાત્રા માટે શ્રધ્ધાળુઓ હવે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે

  • March 30, 2023 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે, જેના માટે સરકારે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના છે. જેના માટે અત્યાર સુધીમાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સાથે જ સરકારે રજીસ્ટ્રેશન માટે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ભક્તો માટે ચાર ધામ યાત્રા માટે ઓફલાઈન પણ કરાવી શકશે.



આ અંતર્ગત હવે યાત્રા માટે આવનાર શ્રદ્ધાળુઓ સામે ઓફલાઈન રજીસ્ટ્રેશનનો વિકલ્પ હશે. નોંધણી વગર ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ પહોંચતા શ્રદ્ધાળુઓ માટે ઓફલાઈન કેન્દ્રો વધારવામાં આવશે. ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા હોટલોમાં પણ ઉપલબ્ધ હશે, જેથી ભક્તોને રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી ન પડે.



સીએમ ધામીએ કહ્યું કે ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે અરજી કર્યા બાદ ભક્તોએ એક-બે દિવસ રાહ જોવી પડશે, ત્યારબાદ તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ ઉપરાંત, અધિકારીઓ પાસે નોંધણી માટે ઇમરજન્સી ક્વોટા હશે, કટોકટીના કિસ્સામાં, અધિકારીઓ તેનો ઉપયોગ કરી શકશે. સરકારે ઓફલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરી છે જેથી કોઈ પણ ભક્ત કોઈ કારણસર દર્શન કર્યા વગર પરત ન ફરે.


બીજી તરફ ડીએમ અભિષેક રુહેલાએ અધિકારીઓને ચારધામ યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવા સૂચના આપી છે. યાત્રાને લગતા તમામ વિભાગોને રોજીંદી કામગીરી માટે એકશન પ્લાન તૈયાર કરીને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા જણાવાયું છે. ડીએમએ જિલ્લા પંચાયત અને પશુપાલન વિભાગને ઘોડા અને ખચ્ચરની નોંધણી ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application