આણંદપરની શિબિરમાં સાંસદના હસ્તે 165 લાભાર્થીઓને ઉપકરણો અપાયા

  • June 29, 2021 10:28 AM 

સામાજિક અધિકારીતા કાર્યક્રમમાં દિવ્યાંગજનોને પૂનમબેન માડમ દ્વારા બિરદાવાયા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક નાગરીકને સમાન અધિકાર પ્રાપ્ત થાય તથા દિવ્યાંગજનો આત્મનિર્ભર બની સમાજની મુખ્યધારામાં તેઓનું યોગદાન આપી, રાષ્ટ્ર વિકાસમાં જોડાય તેવા પ્રયાસો ચરીતાર્થ થાય તે હેતુથી ભારત સરકારના સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ અને એલીમ્કોના સહયોગથી દિવ્યાંગજનોને એડીપ યોજના અંતર્ગત નિ:શૂલ્ક સહાયક ઉપકરણો જામનગર-દેવભૂમિ દ્વારકા સંસદીય મતવિસ્તારના જીલ્લામાં અર્પણ કરવા માટેના વિતરણના કાર્યક્રમો યોજાયેલા છે, પટેલ સમાજ વાડી-આણંદપર, તા.કાલાવડ ખાતે ગઈકાલે સાંસદ પૂનમબેન માડમના વરદહસ્તે સહાયક ઉપકરણોના વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમની સાથે તાલુકા પંચાયત પ્રમૃખ એમ.પી.ડાંગરીયા, નગરપાલિકા પ્રમુખ અજમલભાઈ ગઢવી, આણંદપર સરપંચ વિલાસબેન જેસડીયા, સામાજીક ન્યાય સમિતી ચેરમેન ગોમતીબેન ચાવડા, જીલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ સાંગાણી, તાલુકા ભાજપ પ્રમખ સંજયભાઈ ડાંગરીયા, કાલાવડ શહેર ભાજપ પ્રમૃખ હસુભાઈ વોરા, જીલ્લા ભાજપ ઉપપ્રમખ ગાંડુભાઈ ડાંગરીયા તથા આગેવાનો વલ્લભભાઈ સાંગાણી, નાનજીભાઈ ચોવટીયા, મળજીભાઈ ધૈયડા, છગનભાઈ સોરઠીયા, રાજુભાઈ મોરવિયા, ચૂંટાયેલા પદાધિકારી, અધિકારીઓ અને કાર્યકતર્ઓિ વિગેરેની ઉપસ્થિતીમાં 185 લાભાર્થીઓને ર49 સહાયક ઉપકરણોનં વિતરણ કરવામાં આવેલ હતું.

જામનગર-દેવભૂમિ દ્રારકા જીલ્લામાં દિવ્યાંગજનોને જરૂરી સહાયક સાધનો મળી રહે તે માટે જામનગર સાંસદ પૂનમબેન માડમની જહેમત અને સતત મોનીટરીંગ તથા (ભારત સરકારમાં સમયાંતરે રજુઆત તથા યોગ્ય પ્રયાસોથી જામનગર જીલ્લામાં દિવ્યાંગજનોને વિનામૂલ્યે સહાયક સાધનનો લાભાર્થીઓને તબકકાવાર વિતરણના કાર્યક્રમો યોજાયેલ છે, હાલારના બન્ને જીલ્લાના 3805 દિવ્યાંગોને ા.03 કરોડ 57 લાખની કિંમતના 6રરપ ઉપકરણોનં વિતરણ કરવામાં આવનાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)