મહારાષ્ટ્ર્રના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપના વરિ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે શપથ લેશે. બે નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજીત પવાર પણ આજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આયોજિત સમારોહમાં શપથ લેશે.
એકનાથ શિંદે નવા કેબિનેટનો ભાગ બનશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ્રતા નથી. ફડણવીસે કહ્યું કે તેમણે શિંદેને સરકારમાં સામેલ થવા વિનંતી કરી છે, યારે શિંદેએ કહ્યું કે મીડિયાને આ અંગે પછીથી જાણ કરવામાં આવશે. ફડણવીસને સર્વસંમતિથી બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા પછી તરત જ, શાસક મહાયુતિ ગઠબંધનનું એક પ્રતિનિધિમંડળ રાજભવન ખાતે રાયપાલને મળ્યું હતું.
ભાજપના નેતા પ્રસાદ લાડે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહમાં લગભગ ૪૨,૦૦૦ લોકો હાજરી આપશે. તેમણે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નવથી દસ કેન્દ્રીય પ્રધાનો અને ૧૯ મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો સમારોહમાં હાજરી આપશે. ૪૦,૦૦૦ બીજેપી સમર્થકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને વિવિધ ધર્મના નેતાઓ સહિત ૨,૦૦૦ વીઆઈપી માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સુરક્ષા માટે ૪,૦૦૦ થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે સુરક્ષા વ્યવસ્થા માટે ઓછામાં ઓછા ૩,૫૦૦ પોલીસકર્મીઓ અને ૫૨૦ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
ગઈકાલે વિધાન ભવનમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કેન્દ્રીય નિરીક્ષક વિજય પાણીએ જાહેરાત કરી હતી કે ફડણવીસને સર્વસંમતિથી ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. બેઠકમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રાય અને કેન્દ્રમાં ડબલ એન્જિન સરકાર વિકાસને પ્રોત્સાહન આપશે.
ફડણવીસે તેમના પર વિશ્વાસ વ્યકત કરવા બદલ ભાજપના ધારાસભ્યોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ૨૦ નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં શાસક મહાયુતિ ગઠબંધનની જંગી જીત એક છીએ તો સેફ છીએના વડા પ્રધાન મોદીના મંત્રને કારણે છે. વિધાન ભવનમાં મળેલી બેઠકમાં રાયના ભાજપના વરિ નેતા ચંદ્રકાંત પાટીલે વિધાયક દળના નેતા તરીકે ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech