દેવેન્દ્ર ફડનવીસ અને સંજય રાઉતની બંધ બારણે મુલાકાત : કારણ છે ચોંકાવનારું

  • October 28, 2020 02:04 AM 1355 views

ભારતીય જનતા પાર્ટી(બીજેપી) નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને શિવસેના સાંસદ સંજય રાઉત વચ્ચે મુલાકાત થઈ હતી. મહારાષ્ટ્રમાં શિવસેનાની કોંગ્રેસ અને એનસીપી સાથે ગંઠબંધન સરકાર બન્યા બાદ લગભગ બંને નેતાઓની આ પહેલી મુલાકાત હતી.

 

દેવેન્દ્ર ફડનવીસ અને સંજય રાઉતની મુલાકાત મુંબઈની એક હોટેલમાં થઈ હતી. સંજય રાઉત શિવસેનાના મુખપત્ર સામના માટે ફડનવીસનો સાક્ષાત્કાર કરવાના છે. ત્યારે ફડનવીસે કહ્યું હતું કે આ ઈન્ટર્વ્યુ કોઈ પણ એડિટ વગર થવુ જોઈએ. ઉપરાંત બિહાર ચુંટણી બાદ તેને કરવામાં આવશે.

 

જોકે આ મુલાકાત પાછળ કોઈ પણ રાજનૈતિક મહત્વકાંક્ષા ન હોવાનું જાણવા મળેલ છે. હાલમાં દેવેન્દ્ર ફડનવીસનું ફોક્સ બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 ઉપર છે. બિહાર ચૂંટની માટે ભાજપે દેવેન્દ્રફડનવીને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા છે. બિહાર ચૂંટણી માટે તારીખો જાહેર થઈ ચુકી છે અને 10 નવેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application