વહિવટમાં ઠાગા-ઠૈયા કરનાર ખીમરાણા ગ્રામ પંચાયતને સુપરસીડ કરતા વિકાસ કમિશ્નર

  • August 06, 2021 01:37 PM 

તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઇ માંડવીયાના પત્ની વિજયાબેન સહિત તમામ સભ્યોને પદ પરથી દુર કયર્િ : વહિવટદાર તરીકે સી.આર. ભંડેરીની નિમણુંક

ખીમરાણા ગ્રામ પંચાયતનો વહિવટ કેવો ચાલતો હતો તેની ચકચારભરી વિગતો બહાર આવતા આખરે આ મામલો રાજયના વિકાસ કમિશ્નર સુધી પહોચ્યો હતો, ત્રણ-ત્રણ વખત જીલ્લા ગ્રામ પંચાયતનું બજેટ નામંજુર થયુ હતું, અને આખરે ગંભીરતાને ઘ્યાનમાં લઇને સરપંચ વિજયાબેન માંડવીયા સહિતના તમામ સભ્યોને હોદા ઉપરથી દુર કરી દેતા ભારે ખળભળાટ મચ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ખીમરાણા વિકાસ માટે બજેટ બનાવવાનું હોય તે બજેટ પણ ત્રણ-ત્રણ વખત પાસ થયુ ન હતું, કોઇ વિકાસ કાર્ય સુચવે તો પણ તેમા રોડા નાખવાનું કામ પણ કેટલાક લોકો કરતા હતા તેથી રાજયના વિકાસ કમિશ્નરે આ સમગ્ર બાબતને ઘ્યાનમાં લઇને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઇ માંડવીયાના પત્ની સરપંચ વિજયાબેન માંડવીયાને તાત્કાલી દુર કરવા આદેશ કર્યો હતો.

વિકાસ કમિશ્નરે સરપંચ અને સભ્યો સાથે ઇ-મીટીંગ કરી હતી, તેમાં પણ વિકાસ કમિશ્નરે તમામને ખખડાવ્યા હતા અને સરપંચ વિજયાબેનનો ખુલાશો પુછયો હતો, પરંતુ સંતોષકારક જવાબ ન આપી શકતા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ખુલાસો પુછવામાં આવ્યો હતો.

અગાઉ પણ ખીમરાણાના વિકાસ કામો અંગે તપાસ કરવાની જર છે તેવુ લોકોમાં બોલાઇ રહયું છે, સરપંચનો વહિવટ કોણ કરતુ હતુ તે અંગે તપાસ કરવાની જર છે ઉપરાંત સરપંચના નામે જયા જયા સહી કરી હોય તે તમામ કામો અંગે પણ તપાસ કરવામાં આવે તો અનેક ભોપાળા બહાર આવી શકે તે મછે ખીમરાણાને આદર્શ ગામ માટે વિકસાવવા સરકારે જાહેરાત કરી હતી પરંતુ સરપંચ અને તેના મળતીયાઓએ કોઇ વિકાસ કામો કરવામાં જીલ્લા પંચાયતને સહકાર આપ્યો ન હોવાનો પણ આક્ષેપ થઇ રહયો છે, હવે જયારે સમગ્ર ખીમરાણા પંચાયતના સરપંચ સહિતના તમામ સભ્યોને સુપરસીડ કરી નાખવમાં આવતા તેના ઘેરા પડઘા પડયા છે આ અંગે ખાનગી રાહે પણ તપાસ શ થઇ ચુકી હોવાનું જાણવા મળે છે અને કેટલાક કામો અંગે પણ ડીડીઓ મિહીર પટેલ કોઇપણ જાતની શેહ શરમ રાખ્યા વીના તપાસ કરે અને સરપંચનું કામ કોણ કોણ કરતા હતા તે અંગે પણ યોગ્ય તપાસ કરવાની ગામલોકોએ માંગણી કરી છે.

જામનગર જીલ્લા પંચાયતમાં ડીડીઓ તરીકે કડક અને કાર્યદક્ષ અધિકારી  તરીકે ડીડીઓ મિહીર પટેલની નિમણુંક થઇ છે ત્યારે તેઓ સ્વચ્છ વહિવટ આપવામાં માનનારા છે, ખીમરાણા ગ્રામ પંચાયતનું બજેટ ત્રણ-ત્રણ વખત નામંજુર થાય તેમા કોની મોટી ભુમિકા છે એટલુ જ નહીં કેટલાક વિકાસ કામો અંગે સરપંચ પતિની શું ભુમિકા છે તે અંગે પણ તપાસ કરવી જોઇએ તેમ ગ્રામજનોનું કહેવું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS