તાલુકાના ૧૯ ગામોને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેકશન માટે ઈ-રીક્ષા અર્પણ કરવામાં આવી
કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચી શકે તેવા ઉમદા હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને જામનગર જિલ્લામાં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને લાલપુર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ મેયબેન ગરસર અને મંચસ્થ મહેમાનોના હસ્તે લાભાર્થીઓને મંજૂરી પત્રો અર્પણ કરાયા હતાં તેમજ મંચસ્થ મહેમાનોના હસ્તે લાલપુર તાલુકા પંચાયત હેઠળ સમાવિષ્ટ ૧૯ ગામોને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેકશન માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે જામનગર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા ઘરે-ઘરેથી વેસ્ટ કલેક્શન નિયમિતપણે કરવામાં આવે છે. આ અત્યાધુનિક ઈ-રીક્ષાના વપરાશથી સમય, નાણાં અને શક્તિનો બચાવ થાય છે.
આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાનીમાં પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરેલા લાલપુરના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં લાલપુર ગ્રામ સરપંચ જયેશ તેરૈયાએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ તેમનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભીનું સ્વાગત કરાયું હતું. વીર સાવરકર હાઈસ્કૂલની વિધાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, લાલપુર પ્રાંત અધિકારી અસવાર, લાલપુર તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech