દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાના રૂસણા લોકોને અકળાવે છે

  • July 21, 2021 10:28 AM 

ધોધમારના બદલે અમી છાંટણા વરસાવતા વરુણ દેવ

   ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દિવસોથી ઘટાટોપ વરસાદી વાતાવરણ છવાય છે, પરંતુ મુશળધાર વરસાદના બદલે ક્યારેક માત્ર હળવા છાંટા વરસતા લોકો હવે ધોધમાર વરસાદની રાહમાં છે.

   ખંભાળિયા પંથકમાં ગઇકાલે આખો દિવસ વાદળોનું સામ્રાજ્ય રહ્યું હતું. પરંતુ દિવસ દરમિયાન ક્યારેક માત્ર હળવા છાંટા વરસ્યા હતા. આજે સવારે પણ સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. વહેલી સવારે પાંચેક વાગ્યે વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો ભીંજાઈ ગયા હતા.

   હળવા છાંટાના કારણે શહેરોના માર્ગોમાં કિચડ છવાઈ જતા ખાસ કરીને રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર દ્વારકા તાલુકામાં જ 3 મીમી વરસાદ નોંધાયો છે. અન્યત્ર નોંધપાત્ર વરસાદ થયો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS