દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.પી. કચેરી ખાતે અત્યાધુનિક જિમનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડાના હાથે કરાયું

  • June 30, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટાટા કંપનીના સહયોગથી શરૂ કરાયેલા જિમમાં અધિકારીઓ, કર્મચારીઓની ઉપસ્થિતિ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ સ્ટાફ સાથે તેમના પરિવારજનો પણ શારીરિક રીતે સ્વસ્થ અને મજબૂત બની રહે તે માટે અહીંના જિલ્લા પોલીસ વડા મથક ખાતે એક જિમ સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. ટાટા કેમિકલ્સના આર્થિક સહયોગથી શરૂ કરવામાં આવેલા આ જિમને પોલીસ પરિવાર માટે ટાટા કંપની તથા પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

ખંભાળિયાના ધરમપુર વિસ્તાર શિક્ષિત આવેલી એસ.પી. કચેરી પરિસરમાં બીજા માળે ટાટા કેમિકલ્સ લિમિટેડ કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) વિભાગના આર્થિક સહયોગથી ઉભા કરવામાં આવેલા જિમનું વિધિવત રીતે ઉદ્દઘાટન ગઈકાલે મંગળવારે કરવામાં આવ્યું હતું. ટાટા કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા ફાળવવામાં આવેલા રૂપિયા અગીયાર લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ જિમને જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, ડીવાયએસપી સમીર સારડા, હિરેન્દ્ર ચૌધરી, નીલમબેન ગોસ્વામી સાથે અહીંના અધિકારીઓ- સ્ટાફ આ ઉપરાંત ટાટા કેમિકલ્સ કંપનીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કડક કાયદાના પાલન સાથે સ્પોર્ટ્સ અને ઈતર પ્રવૃત્તિઓના ચાહક એવા જિલ્લા પોલીસ વડા સુનીલ જોશીની જહેમતથી આ વધુ એક સુવિધા સાંપડતા પોલીસ સ્ટાફમાં આનંદની લાગણી પ્રસરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS