દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો કહેર વધતાં દ્વારકાનું સુપ્રસિદ્ધ જગતમંદિર 30 એપ્રિલ સુધી બંધ

  • April 12, 2021 08:28 PM 

કોરોના વાયરસનું જીવલેણ સંક્રમણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ધીમે ધીમે વધુ ચિંતાજનક બની રહ્યું છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈ, સંક્રમણ અટકાવવા અહીંનું વિશ્વ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આજે સોમવારથી આગામી તારીખ 30 એપ્રિલ સુધી બંધ રાખવાનું કરવામાં આવ્યું છે.

શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા જગત મંદિરના દર્શન આમ જનતા માટે તા. 30 મી એપ્રીલ સુધી બંધ રહેશે. મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા પારંપરિક નિત્યક્રમ કરવામાં આવશે. આ દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG ઉપર લાઈવ નિહાળી શકાશે. તેમ વધુમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ વર્ષે કોરોના મહામારીના પ્રારંભે દ્વારકાધીશ સહિતના વિવિધ પૌરાણિક મંદિરો અગાઉ બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે આજથી દ્વારકાધીશ મંદિર બંધ થતાં અન્ય ધર્મ સ્થળો માટે પણ આ નિર્ણય અનુસરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)