દેવભૂમિ દ્વારકામાં સંભવિત ‘તૌકતે’ વાવઝોડા સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઈ

  • May 17, 2021 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સંભવિત ‘તૌકતે’ વાવાઝોડા સંદર્ભે આગોતરા આયોજન બાબતે ખંભાળિયાની કલેકટર કચેરીમાં શહેરી વિકાસ સચિવ લોચન શહેરાના અધ્‍યક્ષ સ્‍થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. 

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સંભવિત વાવાઝોડા અન્‍વયે કરવામાં આવેલ કામગીરીની વિગતો આપતા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ જણાવ્‍યું હતું કે દરીયા કિનારાથી દસ કિ.મી. અંતરે કુલ 51 ગામો આવેલા છે. જે સંભવિત "તૌકતે" વાવાઝોડાથી અસરગ્રસ્‍ત થવાની સંભાવના છે. આવા ગામોમાંથી લોકોને સલામત સ્‍થળે ખસેડવા માટે કોવિડની ગાઇડલાઇન મુજબના આશ્રયસ્‍થાનોની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. અધિકારીઓ  સાથે ગત તા. 13મી ના રોજ બેઠક યોજી વાવાઝોડાની કામગીરી માટે હુકમ આવ્યા. લાયઝન અધિકારીઓ દ્વારા સંભવિત અસરગ્રસ્‍ત ગામોની મુલાકાત લેવામાં આવેલ છે. દરેક આશ્રયસ્‍થાનો ખાતે રાઉન્‍ડ ધ કલોક શેલ્‍ટર ઇન્‍ચાર્જ, મેડકલ સ્‍ટાફ તથા પોલીસ સ્‍ટાફની નિમણુંક કરવામાં આવેલ છે. અગરીયાઓને સલામત સ્‍થળે ખસેડવાની તથા ફુડ પેકેટની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. સંદેશા વ્‍યવહાર અવિરત ચાલુ રહે તે માટે વી.એચ.એફ. સેટની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવ્યા છે અને રાઉન્‍ડ ધ કલોક કામગીરી માટે સુચનાઓ આપવામાં આવી છે.

વાજબી ભાવની દુકાનોમાં પુરતા પ્રમાણમાં અનાજનો જથ્‍થો ઉપલબ્‍ધ કરાવવા પુરવઠા અધિકારી તથા સબંધિત મામલતદારને સુચના આપવામાં આવી છે. દરિયામાં કોઇ માછીમારો ન જાય અને દરીયામાં ગયેલી દરેક બોટને પરત બોલાવવા મત્‍સ્‍યઉદ્યોગ અધિકારીને સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત ચીફ ઓફીસર, પીજીવીસીએલ વિભાગ, નાયબ વન સંરક્ષક, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન રાજય તથા પંચાયત, આરોગ્‍ય વિભાગ વિગેરે દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી.

શોધ અને બચાવની કામગીરી બાબતે કલેકટરે જણાવ્‍યું હતું કે રાજય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્‍લાને બે એન.ડી.આર.એફ.ની ટીમ તથા એક એસ.ડી.આર.એફ. ની ટીમ ફાળવવામાં આવી છે. જેમાંથી એન.ડી.આર.એફ.ની એક દ્વારકા ખાતે તથા એક ઓખા ખાતૈ તૈનાત રાખવામાં આવશે. ઉપરાંત જિલ્‍લા પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, આરોગ્‍ય ટીમ, પીજીવીસીએલ સહિત સબંધિત તમામ વિભાગોની ટીમને સ્‍ટેન્‍ડ બાય રાખવામાં આવેલ છે.

સચિવ લોચન શેહરાએ જિલ્‍લામાં વાવાઝોડા સંદર્ભે કરવામાં આવેલ કામગીરીની વિગતો મેળવી રોડ પર વૃક્ષો પડે તો તેની વ્‍યવસ્‍થા કરવા, હોર્ડિંગ્‍સ કાઢવા બાબતે, કોવિડ સેન્‍ટર પર જરૂરી દવાઓ પહોંચી જાય વગેરે બાબતે જરૂરી સુચનો આપ્‍યા હતા. આ બેઠકમાં જિલ્‍લા પોલીસ વડા સુનીલ જોશી, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, નિવાસી અધિક કલેકટર જાની તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS