દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મનરેગાના કામો થકી બાર હજારથી વધુ શ્રમિકોને રોજગારી ઉપલબ્ધ બની

  • July 10, 2021 10:16 AM 

     કોરોના વાયરસના સંક્રમણના કારણે જાહેર કરાયેલા લોકડાઉન બાદ અનલોક દરમિયાન સમગ્ર દેશમાં ધંધા- રોજગાર ધીમી ગતિએ પુનઃ શરૂ થયા છે. આવા સમયમાં રોજ કમાઈને પરિવારોનો જીવન નિર્વાહ ચલાવતા લોકોને તકલીફ ન પડે અને તેમને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાના કામો શરૂ કરવા માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતા. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના રોજનું કમાઈને જીવન નિર્વાહ ચલાવતા પરિવારો ભૂખ્યા ન રહે તે માટે સમગ્ર રાજ્યમાં મનરેગા થકી રોજગારી ઉભી કરવાના હેતુથી જળસંચયના કાર્ય કરવામાં આવી રહ્યા છે.

   આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગાના કામોનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના શ્રમિક પરિવારોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે.

   દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન ગામનું પાણી ગામમાં જ સંગ્રહ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના માર્ગદર્શક હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જરૂરી તમામ તકેદારી સાથે સબંધિત ગ્રામ્ય પંચાયતના સંકલનથી  230 જેટલા મનરેગાના કામો ચાલી રહ્યાં છે.

  જે અંતર્ગત ખંભાળીયા તાલુકામાં 66, કલ્યાણપુર તાલુકામાં 57, ભાણવડ તાલુકામાં 41 અને દ્વારકા તાલુકામાં 66 કામો મળીને જિલ્લામાં કુલ 230 જેટલા વ્યક્તિગત સામૂહિક ઈરીગેશન અને જળસંગ્રહના મનરેગાના કામો ચાલી રહ્યાં છે. આ કામો થકી જિલ્લાના કુલ 12,129 થી વધુ જોબકાર્ડ ધારક શ્રમિકોને કામની માંગણી અનુસાર રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. આ કામો થકી આજદીન સુધી શ્રમિકોને કુલ 3,43,797 માનવ દિવસની રોજગારી અને મજૂરીની કુલ રૂપિયા 5.31 કરોડ જેટલી રકમની શ્રમિકોના ખાતામાં જમા કરવામાં આવી છે. 

  સુજલામ સુફલામ યોજના અંતર્ગત મનરેગા કન્વર્ઝનથી તળાવ ઉંડુ કરવાના કાર્યમાં જોડાયેલા શ્રમિકોએ જણાવ્યું હતુ કે, તળાવ ઉંડુ કરવાના કાર્યમાં શ્રમ થકી અમે રોજગારી મેળવી રહયા છીએ. સરકાર દ્વારા આ કામ ચાલુ કરવાથી અમને ઘણો ફાયદો થયો છે. અત્યારના સમયમાં તળાવ ઉંડુ કરવાના મનરેગાના આ કાર્યથી અમારૂં ગુજરાન સારી રીતે ચાલી રહયું છે. 

  આવી જ વાત જિલ્લામાં અન્ય વિસ્તારોમાં ચાલતા મનરેગાના કામો થકી રોજગારી મેળવી સંતોષ અનુભવતા શ્રમિકો કરી રહયા છે. આ શ્રમિકોના જણાવ્યા પ્રમાણે મનરેગાના કામો શરૂ થતા અમારા જેવા શ્રમિકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે, અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ કામો થકી અનલોક બાદની પરિસ્થિતિમાં ગામડાના શ્રમિકો માટે આશિર્વાદરૂપ બન્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS