દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના સફાઇ કામદારોને ડો. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો મળશે લાભ

  • May 27, 2021 10:25 AM 

ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ- ગાંધીનગર દ્વારા રાજયના સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે.

આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા  ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્‍યાણ મેનેજરની એક અખબારી યાદીમાં જણાવ્‍યા મુજબ આ યોજનાનો લાભ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર છે. જેમાં કોઇ આવક મર્યાદા લાગુ પડશે નહી. આ યોજના હેઠળ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે વ્‍યક્તિગત રૂા. એક લાખ વીસ હજારની સહાય ત્રણ હપ્‍તામાં ચૂકવવામાં આવશે. 

આ યોજનાનો લાભ લેવા માટે esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત વધુ માહિતી માટે જિલ્‍લા મેનેજર, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક- અનુસુચિત જાતિ કલ્‍યાણની ખંભાળિયામાં ધરમપુર વિસ્તારમાં લાલપુર બાયપાસ રોડ પર આવેલા જિલ્‍લા સેવા સદનનો સંપર્ક સાધવા વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS