દેવભૂમી દ્વારકા જીલ્લામાં પ્રજામાં સારી એવી લોકચાહના ધરવતા પીએસઆઇ ગજેન્દ્રસિંહ ઝાલાની બદલી

  • June 23, 2021 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સારી એવી એક કઙક અમલદાર તરીકેની છાપ ધરાવતા પીએસઆઇ ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારકાની અંદર લૂખ્ખા, લેભાગૂ, માફીયા તત્વોમાં સારી એવી ધાક ધરાવતા હતા, વ્યાજખોર લોકો, ગરીબ-નાના વ્યકિતના ખૂબજ પ્રમાણ શોષણ કરવામાં આવતાં હતા, પણ જ્યારે જ્યારે આ જાંબાઝ પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલાને ખબર પઙતી ત્યારે વ્યાજખોરોની સામે કોઇની પણ સેહ-શરમ રાખ્યા વગર કઙકમાં કઙક કાર્યવાહી કરીને નાના માણસોને ન્યાય અપાવતા અને વ્યાજખોરોને કાયદાનું ભાન કરાવતા હતા.

કોરોનાની મહામારીમાં જે-તે વખતમાં સંપૂર્ણ લોકઙાઉન હતું ત્યાં તેમની દ્વારકા ગામની અંદર તેમજ આજૂબાજૂના ગામોની અંદર ખૂબજ પ્રશંસનીય કામગીરી કરેલ હતી અને અસામાજીક તત્વો સામે કોઇપણની સેહ-શરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

દ્વારકાની અંદર આવા નાના માણસો તેમજ આમ પ્રજા-વેપારીઓમાં સારી એવી લોકચાહના ધરાવતા એવા પીએસઆઇ ગજેન્દ્રસિંહ ઝાલાની બદલી દ્વારકાથી રાજકોટ ગ્રામ્યમાં બદલી થયેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS