દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાંસદના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ સંપન્ન

  • July 06, 2021 09:39 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના હસ્તે જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ તાલુકા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભારત સરકારની એ.ડી.આઈ.પી. યોજના હેઠળ જિલ્લાના જરૂરીયાતમંદ દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. 

આ કાર્યક્રમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના 318 લાભાર્થીઓને 598 સાધનો, કલ્યાણપુર તાલુકાના 236 લાભાર્થીઓને 269 સાધનો, દ્વારકા તાલુકાના 168 લાભાર્થીઓને 224 સાધનો અને ભાણવડ તાલુકાના 190 લાભાર્થીઓને 265 સાધનો મળીને જિલ્લાના કુલ 912 જરૂરીયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને બેટરી સંચાલિત ટ્રાયસિકલ, વ્હીલચેર, બ્રેલકિટ, સ્માર્ટ મોબાઈલ ફોન અને શ્રવણયંત્ર વોકર સ્ટિક જેવા વિવિધ જરૂરીયાત મુજબના કુલ રૂપિયા 94.85 લાખના વિવિધ સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિવ્યાંગોને એમ ન લાગે કે તેઓને અન્યથી ઓછો લાભ મળે છે અને તમામ દિવ્યાંગોને સાધન સહાય મળી રહે તે માટે કાર્યશીલ છે. દિવ્યાંગો સક્ષમ અને આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગ શબ્દ આપ્યો છે તેમ પણ જણાવ્યું હતું.

    વધુમાં તેમણે દિવ્યાંગોમાં દિવ્યતાના દર્શન થાય છે, દિવ્યાંગો માટે કાર્ય કરીએ અને તેમને મદદરૂપ બનીએ તો સંતોષની લાગણી અનુભવાય છે- તેમ જણાવી દિવ્યાંગોના જીવનમાં સંઘર્ષ ઓછો થાય અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગોમાં પણ સાધનોનું વિતરણ સારી રીતે થાય તથા દરેક દિવ્યાંગોને સાધન સહાય મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાણવડ ખાતે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફીસર, અગ્રણી સર્વ રણમલભાઈ માડમ, પ્રતાપભાઈ પીંડારીયા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)