દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માસ્ક ન પહેરનારા પાસેથી રૂ. 1.93 કરોડથી વધુ રકમનો દંડ વસૂલાયો

  • July 07, 2021 09:46 AM 

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા, વાહનોમાં કે મુસાફરી સમયે તથા આવશ્યક પુછપરછના સમયે અને અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવા સમયે ચહેરા પર માસ્ક કે કપડું પહેરવાના નિયમનું ચૂસ્તપણે અમલ થાય તેની તકેદારી રાખવા માટેની સૂચનાઓ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને દરેક ગ્રામ્ય વિસ્તારમાં સરકારની સૂચના અન્વયે માસ્ક પહેરવાના નિયમનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે પણ જણાવાયું હતુ. જે અન્વયે જિલ્લામાં માસ્ક પહેરવાના નિયમના ઉલ્લંઘન બદલ અત્યાર સુધીમાં કુલ 25,516 લોકો પાસેથી રૂપિયા 1,93,81,800 જેટલી રકમ દંડ પેટે વસૂલવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષકની એક યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS