દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "તાઉતે" વાવાઝોડું અને વગર પસાર થઈ જતા રાહત

  • May 19, 2021 11:24 AM 

કાળીયા ઠાકોરના જાદુ સાથે સરકારી તંત્રની જહેમત ફળી

વિનાશક એવું વાત "તાઉતે" વાવાઝોડું સોમવાર તથા મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધમરોળશે તેવી આગાહી વચ્ચે બે દિવસના સમયગાળા દરમિયાન બદલાયેલા વાતાવરણથી જિલ્લાની જનતામાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું હતું. પરંતુ જાણે કાળીયા ઠાકોરએ રક્ષણ કર્યું હોય તેમ જિલ્લાને માત્ર "ટચ" કરીને વાવાઝોડું નીકળી જતા લોકો સાથે સરકારી તંત્રએ રાહતની લાગણી અનુભવી છે.

"તાઉતે" વાવાઝોડું તા. 17 અને 18 ના રોજ દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં વિનાશ વેરશે તેવી હવામાન ખાતાની આગાહી વચ્ચે જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ દિશાઓમાં નક્કર પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને પોલીસ તંત્ર તથા કલેકટર તંત્ર દ્વારા દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં લોકોના શીફ્ટિંગ, આશ્રય સ્થાનો તૈયાર કરવા સહિતની કામગીરી માટે સતત બે દિવસના રાત ઉજાગરા સહિતની જહેમત ઊડીને આંખે વળગે તેવી બની રહી હતી.

છેલ્લા બે દિવસ દરમિયાન મીનિ વાવાઝોડા જેવા ફૂંકાયેલા પવન તથા ગઈકાલના હળવા વરસાદી છાંટા સિવાય વાવાઝોડાની કોઈ ગંભીર અસર જિલ્લામાં વર્તાઈ ન હતી. ગઈકાલ સાંજ સુધી જ્યાં સુધી વાતાવરણ ચોખ્ખું ન થયું ત્યાં સુધી સરકારી તંત્ર એલર્ટ બની રહ્યું હતું. જિલ્લામાંથી વાવાઝોડું પસાર થઈ જતા આજથી એસ.ટી.ના તમામ રૂટ રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યા હતા.

ખંભાળિયા પંથકમાં વાવાઝોડા સામે સાવચેતી રૂપે પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ધંધા-રોજગાર બંધ કરાવતા શહેરમાં આખો દિવસ ભયના ઓથાર વચ્ચે કરફ્યુ જેવો માહોલ રહ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS