દેવભૂમિ દ્વારકા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ-વાસ્મોની બેઠક સ્થાને સંપન્ન

  • April 01, 2021 07:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા “જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ”ની બેઠક જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ઘેર-ઘેર નળ દ્વારા પાણી પુરવઠો પુરો પાડવા માટેની લોક્ફાળા આધારીત નવ ગામોની વાસ્મો યોજના અંદાજીત રકમ રૂ. 6.77 કરોડ મંજુર કરવામાં આવી. જેમાં 3529 નળ જોડાણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા પ્રગતી હેઠળના 44 ગામોની યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી.

આ સાથે સરકારની નલ-સે-જલ યોજનામાં જિલ્લાના તમામ ગામોને સો ટકા નળ જોડાણ આપવાનું જે લક્ષ્યાંક આપેલ છે, તે અંગે આ કામગીરી લક્ષ્યાંક મુજબ સમય મર્યાદામાં પુર્ણ કરવા જિલ્લા કલેક્ટરે સુચના આપી, જિલ્લાની પ્રાથમિક શાળાઓ, પી.એચ.સી. સંસ્થાઓ તથા આંગણવડીઓમાં વાસ્મો યોજના પુર્ણ કરતી વખતે પાણીનુ નળ કનેક્શન આપવા પણ વધુમાં જણાવ્યુ હતું.

આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, પા.પુ. બોર્ડ, વાસ્મો તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS