દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોરાભક્ષક કામગીરી અન્વયે જિલ્લાના દોઢ લાખ ઘરોમાં સર્વેલન્સ કરાયું

  • July 08, 2021 10:28 AM 

ચોમાસાની હાલ ઋતુમાં મુખ્ય જોવા મળતા રોગોમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગો મુખ્યત્વે હોય છે. પાણીજન્ય રોગો ઝાડા, ઝાડા-ઉલ્ટી, કમળો અને ટાઈફોડ જેવા વિગેરે જોવા મળે છે. વાહકજન્ય રોગો ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયા વગેરે રોગો વાહક મચ્છરો ફેલાવે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જૂન માસ મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય કાર્યકરો તેમજ આશા બહેનો દ્વારા જિલ્લાની આશરે આઠ લાખની વસ્તીના 1.50 લાખ ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન 2153 ઘરોમાં 3102 પાત્રો મેલેરીયા માટે પોઝીટીવ મળી આવ્યા હતા. જેની કામગીરીના ભાગરૂપે આ પાત્રોમાં ટેમેફોસ (એબેટ) નાખવામાં આવી હતી.

આ ઉપરાંત જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. ચોમાસા દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગોને ફેલાતા અટકાવી શકાય તે માટે 285 સ્થળોએ પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી છે. આરોગ્ય કાર્યકરો દ્વારા 9823 બિનજરૂરી તથા નકામા પાત્રોનો નિકાલ પણ કરવામાં આવ્યો છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS