દેવભૂમિ દ્વારકા જિલ્લાના રોલ ઓબ્ઝર્વેર રાજેન્દર કુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખંભાળિયા ખાતે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની ઉપસ્થિતિમાં જિલ્લાના વિધાનસભા મતવિસ્તારોના મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં SIR-2026 અંતર્ગત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી, ગણતરી ફોર્મનું ડિઝીટાઈઝેશન, મતદારોનું મેપિંગ, પાછા ન મેળવી શકાયેલ ફોર્મની સંખ્યા વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમય સૂચિ અનુસાર આગળ કરવામાં આવનાર કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટર રાજેશ એમ. તન્ના, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.જે. રાજપુત, મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ તેમજ માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.