દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યાસીનભાઈ ગજ્જનનો આજે જન્મદિવસ

  • June 19, 2021 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠને સક્રિય આગેવાન યાસીનભાઈ ગજ્જનનો આજે 52 મો જન્મદિવસ છે.

જિલ્લાના ઓખામંડળને કર્મભૂમિ બનાવી, યાસીનભાઈ ગજ્જનએ તેમની કાર્યશૈલી અને સ્વભાવ થકી જાહેર જનતા સાચે નેતાઓમાં પણ નોંધપાત્ર લોકચાહના મેળવી છે.

હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સંભાળી રહેલા યાસીનભાઈ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તથા સમાચાર સંસ્થા સાથે સંકળાયેલા યાસીનભાઈએ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સતત કાર્યશીલ રહી લોકપ્રિયતા મેળવી છે. યાસીનભાઈને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9274999466 ઉપર શુભેચ્છકો, મિત્ર વર્તુળો તથા આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS