દેવભૂમિ દ્વારકા જિલ્લાના બક્ષીપંચ મોરચાના હોદેદારો વરાયા

  • June 09, 2021 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રમુખ તરીકે ડી.એલ. પરમાર તથા મહામંત્રી ભરતભાઇ અને જયંતીભાઈ

   દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવી અને પ્રજાકીય કાર્યોને વેગ સાથે કાર્યકરોને ઉત્તેજન મળે તે માટે જુદા જુદા મોરચાના હોદેદારો નિયુક્તિ કરવામાં આવી રહી છે.
    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ સાથેની ચર્ચા વિચારણા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા જિલ્લામાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ડી.એલ. પરમાર, મહામંત્રી તરીકે ધરણાંતભાઈ ભુલાભાઈ ચાવડા અને જયંતીભાઈ ચકુભાઈ સુરેલાની કરવામાં આવેલી નિયુક્તિને મહામંત્રી મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણજારીયા તથા યુવરાજસિંહ વાઢેર સહિતના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ આવકારી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS