કોરોનાના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કથળતી પરિસ્થિતિ

  • April 17, 2021 07:58 PM 

તંત્ર દ્વારા તાકિદે નક્કર પગલાં લેવા રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. જેના કારણે જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલમાં એક પણ બેડ પ્રાપ્ય નથી. ખાસ કરીને વેન્ટિલેટર તથા ઓક્સીજનની જરૂરિયાતવાળા દર્દીઓ તેમજ તેમના પરિવારજનો ભારે કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે.

હાલ દિવસે દિવસે વધતા જતાં કોરોના પોઝિટિવ એક્ટિવ દર્દીઓ તથા અનેક દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી જિલ્લા આરોગ્યતંત્ર ટૂંકું પડી રહ્યું હોય તેવો ભાસ લોકો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વર્ણવી ખંભાળિયા તાલુકાના બજાણા જિલ્લા પંચાયતના મહિલા સદસ્યા વેજીબેન એભાભાઈ કરમુર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને એક લેખિત પત્ર પાઠવી, જિલ્લામાં કોવિડ દર્દીઓ માટે બેડ, ઓક્સિજન, તથા વેન્ટિલેટર ઉપરાંત જરૂરી દવા અને ઈન્જેક્શનનો પર્યાપ્ત જથ્થો તાત્કાલિક પૂરો પાડવામાં આવે તે માટેની જરૂરી વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)