મીઠાપુરમાં યુવાન અને થયેલી હત્યા પ્રકરણમાં આરોપી પત્ની, સાળા અને સાસુની અટકાયત

  • June 03, 2021 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લામાં સપ્તાહમાં ત્રીજી હત્યાનો ભેદ ટૂંકાગાળામાં ઉકેલવા પોલીસને સફળતા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહના સમયગાળા દરમિયાન નિર્મમ હત્યાનો ત્રીજો બનાવ ગઈકાલે બુધવારે મીઠાપુર પોલીસ મથકમાં નોંધાયો હતો. આ સંદર્ભે જિલ્લા પોલીસે સક્રિયતા દાખવી, આ પ્રકરણમાં મુખ્ય આરોપીઓ એવા મૃતકના પત્ની, સાળા અને સાસુની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી લીધી હતી.

સમગ્ર ઓખા મંડળમાં ચકચારી એવા આ બનાવની વિગત મુજબ દ્વારકા તાલુકાના રહીશ એવા ખેંગારભા સુમલાભા માણેક નામના 35 વર્ષીય હિન્દુ વાઘેર યુવાન કે જેને તેમની પત્ની સમજુબેન સાથે મનદુઃખ હોય, તેણી તેઓના પાંચ વર્ષીય પુત્ર સાથે મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તાર રિસામણે બેઠી હતી, ત્યાં મંગળવારે રાત્રીના આશરે દોઢેક વાગ્યાના સમયે ખેંગારભા માણેક પોતાના પત્ની સમજુબેનને મળવા જતા આ આ અંગે ઉશ્કેરાયેલા પત્ની સમજુબેન, તેણીના ભાઈ ખેંગારભા બુધાભા ભઠ્ઠડ અને તેણીના માતા ધનબાઈબેન બુધાભા ભઠ્ઠડએ જીવલેણ હથિયારો વડે હુમલો કરી ખેંગારભા માણેકનું ઢીમ ઢાળી દીધું હતું.

લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામેલા ખેંગારભા માણેકના ભાઈની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસ દ્વારા અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી લેવા માટે સાધન ઝુંબેશ હાથ ધરી હતી. જે સંદર્ભે પોલીસે આરોપી એવા મૃતકના પત્નિ, સાળા તથા સાસુની ગઈકાલે બપોરે જ ગણતરીના કલાકોમાં અટકાયત કરી લીધી હતી.

આ પ્રકરણમાં તપાસનીશ પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા આરોપીઓના કોરોના ટેસ્ટ બાદ ધરપકડ સહિતની જરૂરી કાર્યવાહી કરાાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS